✕

ફિલિપીન્સના મનીલામાં નરેન્દ્ર મોદીએ આપી પારંપરિક ડ્રેસ પહેરીને ડિનરમાં હાજરી

17 November, 2026 11:11 AM IST  |  Manila | Gujarati Mid-day Correspondent

મનીલા ઍરપૉર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ગઈ કાલે મનાલીમાં ફિલિપાન્સના પ્રેસિડન્ટ અને ફર્સ્ટ લેડી સાથે નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ નવેમ્બરથી ૧૮ નવેમ્બર સુધી ફિલિપીન્સની સત્તાવાર મુલાકાતે છે. સોમવારે મનીલા પહોંચેલા વડા પ્રધાને ફિલિપીન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે તેમણે ફિલિપીન્સનો રાષ્ટ્રીય અને પારંપરિક ફૉર્મલ ડ્રેસ ‘બારોંગ તાગાલોગ’ પહેર્યો હતો.
આ ડિનર ‘નૅવિગેટિંગ ધ ફ્યુચર’ની થીમ હેઠળ ૪૯મી અસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN) સમિટમાં ભાગ લેવા આવેલા મહાનુભાવો માટે મનીલા ઇન્ટરનૅશનલ કન્વેન્શન સેન્ટરમાં યોજાયું હતું. અગાઉ મનીલા ઍરપૉર્ટ પર પહોંચ્યા બાદ વડા પ્રધાને ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે રામાયણ પર આધારિત ‘સીતા: ધ રામાયણ રિવિઝિટેડ’ નામનો પર્ફોર્મન્સ પણ નિહાળ્યો હતો. મનીલા ઍરપૉર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

narendra modi philippines ramayan indian government celebrity wedding manila international news