મ્યાનમારમાં પાંચ દિવસ બાદ કાટમાળ હેઠળથી હોટેલ-કર્મચારીને જીવતો બહાર કાઢવામાં આવ્યો

03 April, 2025 12:49 PM IST  |  Naypyidaw | Gujarati Mid-day Correspondent

ફાયર-બ્રિગેડના કર્મચારીઓએ તેને ખાડામાંથી બહાર ખેંચીને સ્ટ્રેચરમાં બેસાડ્યો હતો. આ કર્મચારી જીવતો બહાર નીકળ્યા બાદ એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો

ભૂકંપના પાંચ દિવસ બાદ ૨૬ વર્ષના એક હોટેલ-કર્મચારીને પાંચ દિવસ બાદ ગઈ કાલે સવારે કાટમાળ હેઠળથી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.

મ્યાનમારમાં આવેલા વિનાશકારી ભૂકંપના પાંચ દિવસ બાદ ૨૬ વર્ષના એક હોટેલ-કર્મચારીને પાંચ દિવસ બાદ ગઈ કાલે સવારે કાટમાળ હેઠળથી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ભૂકંપમાં જમીનદોસ્ત થયેલી હોટેલના કાટમાળમાં દટાઈ ગયેલા આ કર્મચારીને મ્યાનમાર અને ટર્કીની જૉઇન્ટ ટીમે બહાર કાઢ્યો હતો. ફાયર-બ્રિગેડના કર્મચારીઓએ તેને ખાડામાંથી બહાર ખેંચીને સ્ટ્રેચરમાં બેસાડ્યો હતો. આ કર્મચારી જીવતો બહાર નીકળ્યા બાદ એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો અને તે માની શકતો નહોતો કે તે બચી ગયો છે. તેનાં કપડાં અને માથામાં ધૂળ-ધૂળ જોવા મળતી હતી. તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વિનાશકારી ભૂકંપમાં મરણાંક ૨૭૧૯ થયો છે, ૪૫૦૦થી વધારે લોકો ઘાયલ છે અને ૪૪૧ લોકો હજી ગુમ છે.

‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ ધરતીકંપ બાદ મ્યાનમારમાં મેડિકલ સહાય પૂરી પાડવા ગયેલા ઇન્ડિયન આર્મીના જવાનો.

myanmar earthquake international news news world news