22 November, 2026 11:41 AM IST | Jakarta | Gujarati Mid-day Correspondent
ટ્રેન સાથેની ટક્કરમાં મિની બસ બની આગનો ગોળો
ઇન્ડોનેશિયાના નૉર્થ સુમાત્રા પ્રાંતના સિમાલુંગુન રીજન્સીમાં ૨૦ નવેમ્બરે એક રેલવે-અકસ્માતમાં મિની બસ આગનો ગોળો બની હતી. માનવરહિત અને ગેરકાયદે રેલવે-ક્રૉસિંગ પરથી પસાર થઈ રહેલી એક મિની બસ ટ્રેન સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મિની બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જોતજોતાંમાં આગે ટ્રેનના આગળના એન્જિનના ભાગને પણ પોતાની લપેટમાં લઈ લીધો હતો. આગમાં મિની બસનો ડ્રાઇવર જીવતો ભૂંજાયો હતો. બીજા બે જણ ઘાયલ થયા હતા. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં આગની ભયાનકતા જોઈ શકાતી હતી.