ફોનપે, ગૂગલપેની છુટ્ટી કરવાના મૂડમાં છે ઇલૉન મસ્ક

18 August, 2024 01:51 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અગાઉ ટ‍્વિટરના નામે ઓળખાતા માઇક્રોબ્લાૅગિંગ પ્લૅટફૉર્મ એક્સને તો મસ્ક સુપર ઍપ બનાવીને એનું નામ એવરીથિંગ ઍપ રાખવા માગે છે.

ઇલૉન મસ્ક

ઇલૉન મસ્ક ફોનપે, ગૂગલપે જેવી પેમેન્ટ-ઍપ પર પણ ચોકડી મારવાની તૈયારી કરી હોય એમ ઍક્સને પેમેન્ટ-ઍપ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અગાઉ ટ‍્વિટરના નામે ઓળખાતા માઇક્રોબ્લાૅગિંગ પ્લૅટફૉર્મ એક્સને તો મસ્ક સુપર ઍપ બનાવીને એનું નામ એવરીથિંગ ઍપ રાખવા માગે છે. એ માટે મસ્ક કેટલાય સમયથી કામે લાગ્યા છે. વિડિયો-ઑડિયો કૉલિંગનાં લગભગ બધાં જ ફીચર્સ ઍક્સ પર આવી ગયાં છે અને હવે પેમેન્ટની સુવિધા પણ શરૂ થવાની છે. એ શરૂ થશે પછી તમે ઍક્સ દ્વારા ઍક્સ-વાય-ઝેડને પૈસા મોકલી શકશો. હજી હમણાં જ ઍક્સમાં નોકરી અપાવતાં ફીચર આવ્યાં છે અને મસ્ક એને શૉપિંગ-ઍપ બનાવવા પણ મથે છે. 

elon musk google Paytm international news life masala