રિયાધમાં મૂકવામાં આવ્યા ડોનલ્ડ ટ્રમ્પના રૅર ગોલ્ડ સ્નીકર્સ, કિંમત માત્ર ૧.૬૭ કરોડ

21 March, 2026 10:12 AM IST  |  Riyadh | Gujarati Mid-day Correspondent

‘ધ નેવર સરેન્ડર હાઈ-ટૉપ સ્નીકર’ નામનાં આ જૂતાં ૨૦૨૪માં ૩૯૯ ડૉલરમાં લૉન્ચ કરવામાં આવ્યાં હતાં

ડોનલ્ડ ટ્રમ્પના રૅર ગોલ્ડ સ્નીકર્સ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં ખુલાસો થયો છે કે તેમના દુર્લભ ગોલ્ડન સ્નીકર્સ સાઉદી અરેબિયાના રિયાધમાં એક સ્નીકર ઇવેન્ટમાં ૧,૮૦,૦૦૦ અમેરિકી ડૉલર (આશરે ૧.૬૭ કરોડ રૂપિયા)માં લિસ્ટેડ થયા હતા. ‘ધ નેવર સરેન્ડર હાઈ-ટૉપ સ્નીકર’ નામનાં આ જૂતાં ૨૦૨૪માં ૩૯૯ ડૉલર (આશરે ૩૭,૦૦૦ રૂપિયા)માં લૉન્ચ કરવામાં આવ્યાં હતાં. એની ફક્ત ૧૦૦૦ જોડી લૉન્ચ કરવામાં આવી હતી, જેમાં ૧૦ જોડી ટ્રમ્પ દ્વારા રૅન્ડમલી ઑટોગ્રાફ કરાયેલી હતી.

આ સ્નીકર્સની ડિઝાઇન આકર્ષક છે અને એમાં ચમકદાર ગોલ્ડ ફિનિશ, સફેદ મિડસોલ અને લાલ આઉટસોલ છે. એની સાઇડમાં ‘T’નો સ્ટાઇલિશ લોગો છે. એની પાછળનો હિસ્સો અમેરિકાના ધ્વજથી પ્રેરિત ડિઝાઇન દર્શાવે છે.

જોકે આટલા મોંઘા સ્નીકર્સની લોકોએ ટીકા કરી છે. લોકો પૂછી રહ્યા છે કે એમાં એવું શું છે કે આટલા રૂપિયા ચૂકવવા પડે? ઘણા લોકોએ આને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો છે. 

donald trump saudi arabia riyadh international news world news news