05 November, 2024 01:03 PM IST | China | Gujarati Mid-day Correspondent
ચીનમાં ઠેર-ઠેર વેઇટ-લૉસ કૅમ્પ શરૂ કરવામાં આવ્યા છે
મેદસ્વિતા આખી દુનિયાને ભરડો લઈ રહી છે. જોકે ચીને આ બાબતે નક્કર પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ચીનની અડધોઅડધ વસ્તી ઓબીસ થઈ ગઈ હોવાથી ચીનમાં ઠેર-ઠેર વેઇટ-લૉસ કૅમ્પ શરૂ કરવામાં આવ્યા છે.
ચીનમાં જેમનું પણ વજન નૉર્મલ રેન્જ કરતાં વધારે છે તેમને માટે વેઇટ-લૉસ કૅમ્પની મુલાકાત લેવાનું કમ્પલ્સરી કરવામાં આવ્યું છે. એમાં દરેકને કેવી એક્સરસાઇઝ કરવી અને શું ખાવું એનું માર્ગદર્શન આપવા ઉપરાંત તેમણે રેગ્યુલરલી આ બધું કેટલું ફૉલો કર્યું એનો પણ રિપોર્ટ આપવાનો રહે છે.