12 May, 2023 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
CBSE બોર્ડે આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને એક દિવસ પહેલા ડિજીલોકરની સિક્યોરિટી પિન જારી કરી હતી. સીબીએસઈ 12માનું પરિણામ સિક્યોરિટી પિન રિલીઝ થયાના એક દિવસ બાદ જ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ 16 લાખ વિદ્યાર્થીઓ માટે સત્તાવાર વેબસાઇટ્સ results.cbse.nic.in અને cbse.gov પર પરિણામ જાહેર કરાયું છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યુ છે. CBSEની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in અને cbseresuts.nic.in પર વિદ્યાર્થીઓ તેમનું પરિણામ જાણી શકશે. તેમજ પરિણામના એક અગાઉ CBSE દ્વારા ડિજીલોકરની સિક્યોરિટી પિન જાહેર કરવામા આવી હતી, જેના પર પણ વિદ્યાર્થી પરિણામ ચકાસી શકે છે.
આ વર્ષે 10મા અને 12મા ધોરણના કુલ 39 લાખ (38,83,710) વિદ્યાર્થીઓએ CBSEની પરીક્ષા આપી હતી જેમાં 10માના આશરે 21 લાખ અને 12માના લગભગ 17 લાખ વિદ્યાર્થીઓ સામેલ હતા. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ ઊચું આવ્યું છે. આ વર્ષે CBSE બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 87.33 ટકા છે. આ ટકાવારી વર્ષ 2022 કરતા વધુ છે. કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતીર્ણ થયા છે, જેમાં 90.68 ટકા છોકરીઓ છે અને 84.67 ટકા છોકરાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: કઈ રીતે નક્કી થાય કરીઅરનો રોડ મૅપ?
સત્તાવાર વેબસાઈટ પર પરિણામ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ જન્મ તારીખ, રોલ નંબર, શાળા નંબર અને એડમિટ કાર્ડ IDની જરૂર પડશે. વિદ્યાર્થીઓ પોતાની આખા વર્ષની મહેનતનું ફળ વેબસાઇટ results.cbse.nic.in અને cbseresuts.nic.in પર તો જોઈ શકશે, પણ સાથે સાથે ઉમંગ એપ અને ડિજીલોકર એપ પર જાણી શકશે.
પરિણામ ચકાસ્યા બાદ DigiLocker પોર્ટલ results.digilocker.gov.in પરથી વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે પણ CBSE ટૉપર્સની યાદી જાહેર કરશે નહીં. વિદ્યાર્થીઓના પ્રદર્શનની વાત કરીએ તો પરીક્ષામાં છોકરાઓ કરતા છોકરીઓનું પરફોર્મન્સ સારું રહ્યું છે. આ વખતના આંકડા સાબિત કરે છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ છોકરીઓ આગલ નિકળી ગઈ છે.