21 February, 2023 06:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
ઓપન એઆઈએ ગયા વર્ષે `ચેટ જીપીટી` લૉન્ચ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આ ચેટબૉટ ચર્ચામાં છે. પૉપ્યુલારિટી એટલી બધી છે કે ચેટ જીપીટીની સર્વિસ મોટે ભાગે ડાઉન થઈ રહી છે. હકિકતે, વેબસાઈટ પર આ રીતે ટ્રાફિક નોંધાઈ રહ્યું છે કે વેબસાઈટનું સર્વર ડાઉન થઈ જાય છે. જો કે, જે લોકોએ ચેટ જીપીટી પ્લસ સબ્સ્ક્રિપ્શન લીધું છે તે આની સર્વિસનો ઉપયોગ કરી શકે છે. પણ જેમણે પેઈડ પ્લાન નથી લીધો તેમને હવે વેબસાઈટમાં એરર દેખાય છે અથવા વેટિંગ લિસ્ટમાં રોકાવાની વાત કહેવામાં આવી રહી છે.
ચોંકાવનારી બાબત એ છે કે માત્ર બે થી 3 મહિના પહેલા લૉન્ચ થયેલા આ ચેટબૉટે લોકો પર એવો જાદૂ કર્યો છે કે વેબસાઈટ ડાઉન થતાં જ સોશિયલ મીડિયા પર રિએક્શનનો પૂર આવી રહ્યો છે. કેટલાક યૂઝર્સે કહ્યું કે તે હવે પોતાની 50 ટકા વસ્તુઓ ચેટ જીપીટી પર જ સર્ચ કરે છે તો કેટલાકનું કહેવું છે કે તેઓ ચેટ જીપીટી વગર નહીં રહી શકે. અનેક એવા પણ લોકો છે જે ફરિયાદ કરી રહ્યા છે કે તેમણે પેઈડ પ્લાન લીધો છે પણ તેમ છતાં વેબસાઈટ ડાઉન છે. જરાક આ રિએક્શન વાંચો જેથી તમને ખ્યાલ આવે કે લોકો ચેટ જીપીટીના ડાઉન થવાને કારણે કઈ રીતે ઉતાવળા થઈ રહ્યા છે.
50 ટકા તો હું આના પરથી સર્ચ કરતો હતો
ચેટ જીપીટી ડાઉન થતા એક યૂઝરે લખ્યું કે તેને ચેટ જીપીટીની એટલી બધી આદત થઈ ગઈ છે અને લગભગ 50 ટકા સર્ચ કે હવે આ જ ટૂલ દ્વારા કરતો હતો. તો એક અન્ય યૂઝરે લખ્યું કે ચેટ જીપીટીના ન હોવાથી તેને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને તેનું કામ પણ અટકી ગયું છે.
આ પણ વાંચો : Maharashtra: રાજ્યમાં શરૂ થઇ HSCની પરીક્ષા, તસવીરો જોઇને યાદ આવી જશે સ્કૂલના દિવસો
જણાવવાનું કે, ચેટ જીપીટીની વેબસાઈટ મોટાભાગે ડાઉન થતી રહે છે કારણકે સતત વેબસાઈટ પર ટ્રાફિક વધી રહ્યું છે. માત્ર તે લોકો ચેટ જીપીટીની સર્વિસ સતત વાપરી શકે છે જેમણે પેઈડ સબ્સ્ક્રિપ્શન લીધું છે. ફ્રીમાં ચેટબૉટ યૂઝ કરનારા લોકોને વેબસાઈટ ફરી લાઈવ થાય તેની રાહ જોવી પડે છે.