10 September, 2026 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍન્ટિ-બ્લશ મેકઅપ
મેકઅપની દુનિયામાં અવનવા ટ્રેન્ડ્સ આવ્યા કરે છે, પણ અત્યારે ઍન્ટિ-બ્લશ ટ્રેન્ડ બહુ પૉપ્યુલર થઈ રહ્યો છે. બ્લશની વાત કરીએ તો મોટા ભાગની યુવતીઓ ગાલ પર ડાર્ક પિન્ક, પીચ કે ચેરી શેડ લગાવીને પૉપ-અપ લુક અપનાવતી હોય છે; પણ મિનિમલિસ્ટ મેકઅપમાં હવે ચહેરાના ટોન મુજબના નૅચરલ શેડ્સ પસંદ કરે છે. ઍન્ટિ-બ્લશ એટલે કે મેકઅપ બિલકુલ ન કર્યા જેવો હોવો. આનાથી ચહેરાનાં ફિચર્સ હાઇલાઇટ થાય છે.
ઍન્ટિ-બ્લશમાં બ્રાઇટ અને પૉપ-અપ થતા પિન્ક કે રેડ કલર પિગમેન્ટ્સને બદલે ન્યુડ, ન્યુટ્રલ, બેજ, બ્રાઉન જેવા કલર શેડ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે બોન-સ્ટ્રક્ચર અને કૉન્ટૉરિંગ પર ફોકસ કરે છે. બ્લશ બ્લાઇન્ડનેસને બદલે હવે મિનિમલિસ્ટ ટ્રેન્ડને કારણે લોકો હવે એવો લુક પસંદ કરી રહ્યા છે જે નૅચરલ લાગે અને જેમાં ચહેરા પર વધારે પડતો કલર ન દેખાય. પ્રોફેશનલ અને ડેઇલીવેઅર માટે હેવી કે ઓવર ન લાગે એવો જ મેકઅપ પસંદ કરવામાં આવે છે અને ઍન્ટિ-બ્લશ ટ્રેન્ડ ચહેરાના બોન-સ્ટ્રક્ચરને સુંદર રીતે હાઇલાઇટ કરે છે જેનાથી લુક વધુ શાર્પ, ક્લાસી અને એલિગન્ટ દેખાય છે. મિનિમલિઝમ પસંદ કરતી યુવતીઓ માટે આ ટેક્નિક એક બેસ્ટ ઑપ્શન બની રહી છે.
ઘણા લોકો ઍન્ટિ-બ્લશને બ્લશ ન લગાવવું સમજી લે છે, પરંતુ આ બન્ને વચ્ચે સ્પષ્ટ તફાવત છે. તમે જ્યારે મેકઅપ કરતી વખતે બ્લશનું સ્ટેપ સ્કિપ કરી દો છો ત્યારે એને નો-બ્લશ કહેવાય છે, પણ ઍન્ટિ-બ્લશમાં તમારા ગાલનો જે ઓરિજિનલ સ્કિન-ટોન હોય એવો જ રહે છે. આમાં પ્રોડક્ટ્સનો ઉપયોગ ચોક્કસ થાય છે, પણ એનો હેતુ કલર ઉમેરવાનો નથી પણ ચહેરાના નૅચરલ શેડ્સને બૅલૅન્સ કરવાનો હોય છે. આમાં બ્રોન્ઝર, શેડિંગ અને કન્ટૂરનો ઉપયોગ કરીને ચહેરાને ન્યુટ્રલ અને સ્ક્લપ્ટેડ લુક આપવામાં આવે છે.