01 March, 2026 07:11 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જટિલ પરિસ્થિતિઓને ચતુરાઈથી અને અસામાન્ય રીતે હૅન્ડલ કરો, ખાસ કરીને જો એમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમના પર તમે વિશ્વાસ કરી શકતા નથી. જેઓ પોતાનું વ્યાવસાયિક અને વ્યક્તિગત નેટવર્ક વધારવા માગે છે તેમણે સાવચેત રહેવું જોઈએ કે તેઓ એવી કોઈ વ્યક્તિને સામેલ ન કરે જે તમારા માટે યોગ્ય નથી. જો તમે તમારી નોકરી અથવા કારકિર્દી બદલવા માગતા હો તો કોઈ પણ ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો.
પાઇસિસના સ્પાઉસ
સહાનુભૂતિશીલ એવા પાઇસિસ રાશિના જાતકો સામાન્ય રીતે બીજાઓ સાથે ભાવનાત્મક રીતે કેવી રીતે જોડાવું એ જાણે છે અને એનાથી તેઓ બીજી વ્યક્તિ શું કહી રહી છે એ ખરેખર સાંભળવાની ક્ષમતા મેળવે છે. પોતાના પ્રિયજનોને કેવી રીતે ખુશ કરવા એ તેઓ સહજતાથી જાણે છે. તેમના જીવનસાથીને નાની-નાની ક્રિયાઓથી આશ્ચર્યચકિત કરવાનું તેમને પસંદ છે, જે દર્શાવે છે કે તેઓ કાળજી રાખે છે. જોકે તેમની ભાવનાત્મક તીવ્રતા ક્યારેક સંબંધોમાં પડકારો ઊભા કરી શકે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તકનો મહત્તમ ઉપયોગ કરો. ભૂતકાળના કોઈ પણ ડરને તમારા પર હાવી થવા દેશો નહીં. સિંગલ લોકો માટે આ પૉઝિટિવ સમય છે, પરંતુ તેમણે ખાતરી કરવાની જરૂર છે કે તેઓ શું શોધી રહ્યા છે.
હેલ્થ ટિપ : બહાર જમતી વખતે તમે શું ખાઓ છો એનું ધ્યાન રાખો. કિડની સંબંધિત સ્વાસ્થ્યની સમસ્યા ધરાવતા લોકોએ પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
શ્રેષ્ઠ શક્ય પરિણામો માટે તમારા અંતરના અવાજ અને પરિસ્થિતિઓને સંભાળવાની પરંપરાગત રીતો બન્નેને સાંભળો. કોઈ પણ અણધારી તકનો મહત્તમ ઉપયોગ કરો.
હેલ્થ ટિપ : તમે લાઇફસ્ટાઇલમાં જે પણ ફેરફાર કરવા માગો છો એ માટે પ્રતિબદ્ધ અને શિસ્તબદ્ધ રહો. સિનિયર સિટિઝનોએ તેમના સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખવાની જરૂર છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
ભૂતકાળની કોઈ પણ પરિસ્થિતિને વ્યવહારુ રીતે હૅન્ડલ કરો. સામાન્ય અને કંટાળાજનક કામમાં ફસાઈ જવાને બદલે શક્યતાઓ પર નજર રાખો.
હેલ્થ ટિપ : જે નાની સરખી આદતો તમારા માટે સારી નથી એમને છોડી દેવાનો પ્રયાસ કરો. કોઈ પણ નવો આહાર અથવા એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં ખુદથી રિસર્ચ કરો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
બિનજરૂરી બાબતોમાં ફસાઈ જવાને બદલે જે કરવાની જરૂર છે એના પર ધ્યાન આપો. કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિને ઝડપથી અને સમજદારીપૂર્વક હૅન્ડલ કરો.
હેલ્થ ટિપ : જો તમને કોઈ જૂની બીમારી હોય તો જ્યારે પણ શક્ય બને ત્યારે સ્વસ્થ પસંદગી અપનાવો. નિયમિત હેલ્થ ચેક-અપ કરાવો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમને જરૂરી લાગે એવા ફેરફારો કરો અને બીજા શું વિચારશે એની વધુ ચિંતા ન કરો. કોઈ પણ કાનૂની પરિસ્થિતિને ખૂબ કાળજીપૂર્વક હૅન્ડલ કરો.
હેલ્થ ટિપ : જ્યાં સુધી તમારા ડૉક્ટર મંજૂરી ન આપે ત્યાં સુધી વાઇરલ હેલ્થ હેક્સ ટાળવા જોઈએ. જેમને ખાંસી થવાની સંભાવના છે તેમણે થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જો પરિસ્થિતિ તમારા નિયંત્રણની બહાર હોય તો પ્લાનમાં ફ્લેક્સિબિલિટીની જરૂર પડી શકે છે. કોઈ પણ મીટિંગ અથવા પ્રેઝન્ટેશન વખતે તમારા કમ્યુનિકેશનમાં ખૂબ સ્પષ્ટ રહો.
હેલ્થ ટિપ : ખાતરી કરો કે તમને પૂરતી આરામદાયક ઊંઘ મળે છે અને સૂવાના સમયની દિનચર્યા જાળવવાનો પ્રયાસ કરો. જૂની બીમારી ધરાવતા લોકોએ થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
ખાતરી કરો કે તમે કોઈ પણ મીટિંગ અથવા વાટાઘાટો માટે સંપૂર્ણપણે તૈયાર છો. જો તમે મોટી ખરીદી માટે બચત કરી રહ્યા છો તો તમારાં નાણાં કાળજીપૂર્વક સંભાળો.
હેલ્થ ટિપ : નાના અને જરૂરી ફેરફારો સ્વસ્થ લાઇફસ્ટાઇલની ચાવી છે. ચાલતી વખતે સાવચેત રહો, કારણ કે તમે પડી શકો છો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
સમયથી આગળ જુઓ અને પરિસ્થિતિઓને હળવાશથી લેશો નહીં, ભલે એ ગમે એટલી સરળ લાગે. કામ પર વ્યક્તિગત બાબતો વિશે વાત કરવાનું ટાળો.
હેલ્થ ટિપ : જો તમે વજન ઘટાડવા માગતા હો તો શૉર્ટકટ કે વજન ઘટાડવાનાં ઇન્જેક્શન લેવાથી સાવચેત રહો. જો તમને માથાનો દુખાવો થવા લાગ્યો હોય તો તમારી આંખોની તપાસ કરાવો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જો તમને લાગે કે કોઈ પરિસ્થિતિ તમારી ઇચ્છા મુજબ કામ કરી રહી નથી તો વૈકલ્પિક યોજના બનાવો. જટિલ રોકાણો અથવા વ્યાવસાયિક વિચારો ટાળો.
હેલ્થ ટિપ : જેમને કમર કે કરોડરજ્જુની સમસ્યા હોય તેમણે થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે. શક્ય એટલું ઘરે બનાવેલો ખોરાક ખાવાનો પ્રયાસ કરો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો એક યોજના બનાવો અને તમારાં લક્ષ્યો વિશે ખૂબ સ્પષ્ટ રહો. આ ક્ષણે સેલ્ફ-ડિસિપ્લિન અને ફોકસ ખૂબ જ જરૂરી છે.
હેલ્થ ટિપ : સ્વાસ્થ્ય-સમસ્યા પર ધ્યાન આપો અને એને વધુ ખરાબ ન થવા દો. જો તમને વારંવાર માથાનો દુખાવો થાય છે તો એ થવાનાં કારણો તમને ખબર છે. એવી પરિસ્થિતિ ટાળો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પણ નવા વિચારને અમલમાં મૂકતાં પહેલાં એ બરાબર છે કે નહીં એ ચકાસો. જેમની નાણાકીય સ્થિતિ અટવાઈ ગઈ છે અથવા મર્યાદિત છે તેમણે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું જોઈએ.
હેલ્થ ટિપ : જો તમે સ્વાસ્થ્યને સુધારવા માગતા હો તો વજન ઘટાડવા કરતાં રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ફોકસ કરો. લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો સમય જતાં ફરક લાવશે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જો તમારે બહુવિધ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરવો પડે તો તમારી અંતઃ પ્રેરણાને સાંભળો. ભૂતકાળને જવા દો અને વર્તમાનમાં તમે જે નિર્ણયો લો છો એના પર અસર ન થવા દો.
હેલ્થ ટિપ : જો તમે શરૂઆતમાં જ એની કાળજી નહીં લો તો નાની સ્વાસ્થ્ય-સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે. તમારા આહારમાં ફેરફાર કરતાં પહેલાં તમારી વ્યક્તિગત જરૂરિયાતોને સમજો.