05 January, 2024 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં હવે નોકરીની સુવર્ણ તક (IOCL Recruitment 2024) આવી છે. જે ઉમેદવારો સરકારી નોકરી શોધી રહ્યા છે તેઓ માટે આ સુવર્ણ તક છે. આજે એટલે કે 5મી જાન્યુઆરી જ IOCL ભરતી માટેની અરજી પ્રક્રિયા કરવાની છેલ્લી તારીખ છે.
જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ IOCLની સત્તાવાર વેબસાઇટ પર સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 1820 જગ્યાઓ ભરવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ઘણા રાજ્યોમાં ભરતી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં કુલ 252 જગ્યાઓ માટે ભરતી કરાશે અને ગુજરાતની વાત કરી તો કુલ 95 જગ્યાઓ માટે આ ભરતી હાથ ધરાશે.
આ પોસ્ટમાં અરજી કરવા માટે વય મર્યાદા કેટલી હોવી જોઈએ?
તમને જણાવી દઈએ કે IOCLમાં અરજી (IOCL Recruitment 2024) કરવા માટે વય મર્યાદા 31.11.2023ના રોજ 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત SC/STના ઉમેદવારોને 05 વર્ષ OBC-NCL માટે 03 વર્ષ અને PwBD શ્રેણીઓ માટે 10 વર્ષ સુધી (SC/ST માટે 15 વર્ષ સુધી, OBC-NCL માટે 13 વર્ષ સુધી)ની છૂટછાટ આપવામાં આવી છે.
કોણ કોણ અરજી કરી શકે છે? શું હોવી જોઈએ લાયકાત?
IOCL Recruitment 2024: સૌ પ્રથમ ટ્રેડ એપ્રેન્ટિસની વાત કરી તો આ સંબંધિત વેપારમાં ITI પાસ/ડિપ્લોમા આવશ્યક છે. ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે ઉમેદવાર પાસે 3 વર્ષનો નિયમિત ડિપ્લોમા હોવો જોઈએ. આ સાથે જ બીએ/ બીકોમ/ બી સાયન્સ/ બીબીએની ડિગ્રી પણ હોવી જરૂરી છે. ડેટા એન્ટ્રી ઓપરેટર, રિટેલ સેલ્સ એસોસિયેટ તરીકે ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
આ રીતે સિલેક્શન પ્રોસેસમાંથી ઉમેદવારોએ પસાર થવું પડશે
ઉમેદવારને કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) માટે બોલાવવામાં આવશે. SC/ST/બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ (જ્યાં આરક્ષણ લાગુ હોય ત્યાં) માટે આ CBT કસોટી માટે લઘુત્તમ લાયકાતના ગુણ 40% હશે. જ્યારે અન્ય માટે લઘુત્તમ પાસિંગ માર્કસ 50% માર્કસ હશે. માત્ર કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)માં મેળવેલા ગુણના આધારે મેરિટના ક્રમમાં અંતિમ પસંદગી કરવામાં આવશે.
આ સાથે જ તમને જણાવી દઈએ કે કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)માં કોઈ નેગેટિવ માર્કિંગ સામેલ કરવામાં આવશે નહીં. આ પરીક્ષા દ્વિભાષી એટલે કે અંગ્રેજી અને આસામી ભાષામાં લેવાશે. પરીક્ષાનો કુલ સમયગાળો 02 (બે) કલાકનો રહેશે.
આમ તો આ ભરતી (IOCL Recruitment 2024) માટેની પદંદગી ઓનલાઈન ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. જાણ રહે કે અનામત પોસ્ટ સામે SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારો માટે લઘુત્તમ 40%, 5%ની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવશે.