24 August, 2022 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાઉસ ઑફ ડ્રૅગન વેબ સિરીઝ
એચબીઓ પર આવી રહેલી ‘હાઉસ ઑફ ડ્રૅગન’એ દસ મિલ્યન વ્યુઝ રજિસ્ટર કર્યા છે. આ શોને એચબીઓ ચૅનલ અને એચબીઓ મૅક્સ ઑનલાઇન પ્લૅટફૉર્મ પર દેખાડવામાં આવી રહ્યો છે. ‘ગેમ ઑફ થ્રોન્સ’ની આ પ્રીક્વલ સિરીઝ છે. આ શો જેટલો ફેમસ હતો એટલો જ એની પ્રીક્વલ ‘હાઉસ ઑફ ડ્રૅગન’ને પણ પસંદ કરવામાં આવી રહી છે. ૨૦૧૧માં જ્યારે આ સિરીઝ પહેલી વાર પ્રીમિયર થઈ હતી ત્યારે એના પહેલા એપિસોડને ૪.૨ મિલ્યન વ્યુઝ મળ્યા હતા. જોકે એની ફાઇનલ સીઝન એટલે કે આઠમી સીઝનના પહેલા એપિસોડને ૧૭.૯ મિલ્યન વ્યુઝ મળ્યા હતા. જોકે ‘ગેમ ઑફ થ્રોન્સ’ના ૨૦૦ વર્ષ પહેલાં હાઉસ ટાર્ગેરિયનની સ્ટોરીને ‘હાઉસ ઑફ ડ્રૅગન’માં દેખાડવામાં આવી રહી છે. આ શોને ઇન્ડિયામાં ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે. આ પ્લૅટફૉર્મ પર જોવામાં આવેલા આંકડાનો દસ મિલ્યનમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. આથી ઇન્ડિયામાં જેટલા દર્શકોએ એ શો જોયા છે એ અલગ છે.