મિર્ઝાપુર 3 માટે કોઈ પણ કચાશ બાકી નહોતી રાખી અલી ફઝલે

01 July, 2024 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ વિડિયો-ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલીએ કૅપ્શન આપી, ‘આ થોડી ક્લિપ્સ છે ‘મિર્ઝાપુર 3’ના રોલ માટેના ટ્રેઇનિંગ સેશનની.’

અલી ફઝલ અને વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર 3’

અલી ફઝલની વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર 3’ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર પાંચ જુલાઈએ રિલીઝ થવાની છે. એ શોમાં તે ગુડ્ડુ ભૈયાના રોલમાં દેખાવાનો છે. પોતાના આ રોલ માટે અલીએ જિમમાં સખત ટ્રેઇનિંગ લીધી હતી. એની નાનકડી વિડિયો-ક્લિપ તેણે શૅર કરી હતી. એમાં દેખાય છે કે તે હેવી વેઇટ ઉઠાવે છે અને પુશ-અપ્સ પણ કરે છે.

પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે તે કોઈ કચાશ નથી બાકી રાખવા માગતો. એ વિડિયો જોઈને તેના સમર્પણની તેના ફૅન્સ પ્રશંસા કરી રહ્યા છે. ગુડ્ડુ ભૈયા બનવા માટે તેણે ખૂબ મહેનત કરી છે. એ વિડિયો-ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલીએ કૅપ્શન આપી, ‘આ થોડી ક્લિપ્સ છે ‘મિર્ઝાપુર 3’ના રોલ માટેના ટ્રેઇનિંગ સેશનની.’

ali fazal mirzapur web series amazon prime entertainment news