Bigg Boss 14: બિગ-બૉસના ઘરથી બેઘર થઈ ગયો છે શૉનો માસ્ટરમાઈન્ડ

13 December, 2020 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bigg Boss 14: બિગ-બૉસના ઘરથી બેઘર થઈ ગયો છે શૉનો માસ્ટરમાઈન્ડ

વિકાસ ગુપ્તા

બિગ-બૉસ 14ના મેકર્સ દર્શકોને શૉથી બાંધી રાખવા માટે દરરોજ નવા ટ્વિસ્ટ લાવી રહ્યા છે. શૉની શરૂઆતમાં તૂફાની સીનિયર્સ તરીકે સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાનની એન્ટ્રી બાદ હવે શૉમાં ચેલેન્જર્સની એન્ટ્રી થઈ છે. બિગ-બૉસ 14માં શૉના એક્સ-કન્ટેસ્ટન્ટની એન્ટ્રીએ જેવી રીતે દર્શકોને સરપ્રાઈઝ કરી દીધા હતા, તેવી જ રીતે ટૂંક સમયમાં એમના એવિક્શનથી ફૅન્સને ઝટકો લાગવાનો છે. પહેલો આંચકો બિગ-બૉસનો માસ્ટરમાઈન્ડ કહેવાતો કન્ટેસ્ટન્ટ વિકાસ ગુપ્તાના ફૅન્સને લાગવાનો છે.

બિગ-બૉસ ખબરીના રિપોર્ટ મુજબ વિકાસ ગુપ્તા શૉમાંથી એવિક્ટ થઈ ગયો છે. મજાની વાત એ છે કે એમનું એવિક્શન કોઈ નૉમિનેશન પ્રક્રિયા હેઠળ નહીં, પરંતુ એમના વર્તનને કારણે થવાનું છે.

બિગ-બૉસ ખબરીના રિપોર્ટ અનુસાર વિકાસ ગુપ્તા શૉમાંથી બહાર નીકળી ગયો છે. તેણે અર્શી ખાનને સ્વિમિંગ પૂલમાં ધક્કો માર્યો હતો. તેનો આક્રમક સ્વભાવ જોઈને બિગ-બૉસે તેને ઘરની બહારનો રસ્તો બતાવ્યો હતો. આવી રીતે શૉમાંથી વિકાસ ગુપ્તાનું એવિક્ટ થવું, ફેન્સને નિરાશ કરી શકે છે. શૉમાં અત્યાર સુધી વિકાસે અર્શીના વર્તણૂક પ્રત્યે અત્યંત સંયમ બતાવ્યો હતો. અર્શી તેને વારંવાર કોઈને કોઈ વાતને લઈને ગુસ્સો અપાવ્યો હતો, પણ વિકાસે એને શાંતિપૂર્ણ જવાબ આપ્યો હતો. એવામાં અચાનક વિકાસના આક્રમણના લીધે ઘરથી એવિક્ટ થવાથી એના ફૅન્સને થોડું વિચિત્ર લાગી શકે છે.

બધા જાણે જ છે કે વિકાસ ગુપ્તાને બિગ-બૉસનો માસ્ટરમાઈન્ડ કહેવામાં આવે છે. તેઓ બિગ-બૉસ 11માં સેકન્ડ રનર-અપ રહ્યો હતો. તે ભલે ગેમ જીતી નહીં શક્યા પરંતુ સારી સ્ટ્રેટેજી બનાવીને ગેમ રમ્યો, જેના કારણે વિકાસ ગુપ્તાને માસ્ટરમાઈન્ડનું ટૅગ આપવામાં આવ્યું છે.

ત્યાર બાદ વિકાસ ગુપ્તા બિગ-બૉસની 11 અને 12 સીઝનમાં મહેમાન તરીકે જોવા મળ્યો હતો. હવે બિગ-બૉસ 14માં વિકાસ કન્ટેસ્ટન્ટ બનીને આવ્યો હતો. સાથે એ જ એમની જ સીઝનની અર્શી ખાન પણ જોવા મળી રહી છે. અર્શી અને વિકાસ ગુપ્તા એક સમયે ઘણા સારા મિત્ર હતા, પરંતુ પ્રાઈઝ મનીને લઈને વચ્ચે દોસ્તી પણ તૂટી ગઈ હતી.

bigg boss 14 Salman Khan vikas gupta indian television television news tv show entertainment news