જીવે છે લંકેશ, પરિવારજનોએ અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચારને આપ્યો રદિયો

03 May, 2020 01:44 PM IST  |  Mumbai Desk | Shilpa Bhanushali

જીવે છે લંકેશ, પરિવારજનોએ અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચારને આપ્યો રદિયો

રાવણ (અરવિંદ ત્રિવેદી)

તાજેતરમાં જ ઇરફાન ખાન અને ઋષિ કપૂરના નિધન બાદ હવે ટેલિવિઝન કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જણાવીએ કે અરવિંદ ત્રિવેદીએ રામાયણમાં લંકેશ રાવણનું દળદાર પાત્ર ભજવ્યું છે.

લંકેશનું પાત્ર યાદગાર બનાવનાર અરવિંદ ત્રિવેદી ગુજરાતી બ્રાહ્મણ છે. શનિવાર રાતથી રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતાં અરવિંદ ત્રિવેદીના નિઘનના સમાચાર વાયરલ થતાં ગુજરાતી મિડ-ડેએ અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદી સાથે વાત કરતાં તેમણે આ વાતની સ્પષ્ટતા કરી છે કે અરવિંદ ત્રિવેદી વિશે ફેલાતી વાતો અફવા છે અને તેઓ પોતે ઘરે છે સ્વસ્થ છે. તેમણે આ બધી વાતોને સ્પષ્ટ રીતે રદિયો આપ્યો હતો.

તાજેતરમાં જ અરવિંદ ત્રિવેદીએ પોતાની જૂની તસવીર શૅર કરી છે જેમાં તેમણે કૅપ્શન આપ્યું છે કે, "Old memories ??जय श्री लंकेश"

ઉલ્લેખનીય છે કે કૌસ્તુભ ત્રિવેદી ગુજરાતી થિએટરનું જાણીતું નામ છે. કૌસ્તુભ ત્રિવેદી ગુજરાતી થિએટરમાં પ્રૉડ્યુસર છે તેમણે અનેક ગુજરાતી કૉમર્શિયલ નાટકોનું પ્રૉડક્શન કર્યું છે.

ramayan television news entertainment news