10 September, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર
Amitabh Bachchan Retirement: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના વિચારો દર્શાવતા હોય છે. તેઓ પોતાના બ્લૉગના માધ્યમથી પણ લોકો સાથે કનેક્ટ થતા રહે છે. એમાં `કૌન બનેગા કરોડપતિ` (KBC) શૉ અને બિગ બીનો સંબંધ છેલ્લાં ૨૫ વર્ષોથી ગાઢ રીતે જોડાયેલો છે. આ શૉમાં ૮૩ વર્ષના અમિતાભજીની અનોખી સ્ટાઈલ, હોસ્ટિંગ અને સ્પર્ધકો સાથેના ભાવનાત્મક કનેક્શન કંઇ કેટલાય દર્શકો માટે અવિભાજ્ય હિસ્સો બન્યાં છે. પણ હાલ ચાલી રહેલી આ શૉની ૧૮મી સીઝન વચ્ચે અમિતાભજીની એક સોશિયલ મીડિયા પોસ્ટ એવી આવી છે કે જેણે તેમના ચાહકોની જાણે ઊંઘ ઉડાડી દીધી છે.
મુદ્દો એમ છે કે અમિતાભ બચ્ચને હાલમાં પોતાના બ્લૉગ પર મોડી રાત્રે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં આ મહાનાયકે કેબીસીના હોસ્ટિંગ દરમિયાન તેઓ કયા કયા ભાવનાત્મક પડકારોનો સામનો કરતાં હોય છે તે વિશે મન ખોલીને વાત કરી હતી. તેમણે લખ્યું કે કેબીસીના મંચ પર આવતા સ્પર્ધકોના જીવનની આપવીતી અને સંઘર્ષ એટલા હૃદયદ્રાવક હોય છે કે પોતાના ઇમોશન્સ પર કાબૂ રાખીને શૉનું હોસ્ટિંગ કન્ટીન્યુ રાખવું મારા માટે કપરું થઈ પડે છે. એટલું જ નહીં પણ બ્લૉગના અંતમાં તેમણે લખેલા શબ્દોએ તો તેમના ફેન્સને દુઃખી કરી નાખ્યા છે. કારણ કે તેમણે લખ્યું હતું કે, "આ ખૂબ જ હૃદયદ્રાવક અનુભવ રહ્યો છે. હવે મારી રિટાયર્ડ (Amitabh Bachchan Retirement) થવાની ઈચ્છા છે.." બસ, આ નિવૃત્તિ શબ્દ વાંચતાં જ બિગ બીના કરોડો દિવાનાઓને જાણે ઝટકો લાગ્યો છે.
હે તો બિગ બીની આ પોસ્ટ પછી =સોશિયલ મીડિયા પર અટકળો તેજ થઈ ગઈ છે કે શું `કેબીસી ૧૮` એ તેઓની છેલ્લી સીઝન થશે? જોકે, અમિતાભ બચ્ચન કે શોના મેકર્સ તરફથી તેમના શૉ છોડવા અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી. એટલે હજી પણ તેમના ચાહકો એમ માનીને દિલને મનાવી રહ્યા છે કે આ માત્ર મોડી રાત્રે ભાવનાત્મક પળોમાં વ્યક્ત થયેલી બિગ બીની પ્રતિક્રિયા (Amitabh Bachchan Retirement) છે.
Amitabh Bachchan Retirement: તમને જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિ આ શૉ વર્ષ ૨૦૦૦થી શરૂ થયો હતો. શૉની ત્રીજી સીઝન શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. તે સિવાય બાકીની તમામ સીઝનમાં અમિતાભ બચ્ચને જ હોસ્ટિંગ સંભાળ્યું છે. `સોચના પડેગા` થીમ સાથે ચાલતી આ ૧૮મી સીઝનમાં પણ દર્શકોને સ્પર્ધકોના આર્થિક સંઘર્ષ અને ભાવુક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને કોમનવેલ્થ ગેમ્સ 2026ના વિનર્સનું હોટસીટ પર સ્વાગત કર્યું હતું. આ એપિસોડમાં લવલીના બોરગોહેન, અસ્મીતા ડે, ઝંડુ કુમાર અને શર્મિલા ધનકર વગેરે વિનર્સ રાષ્ટ્રીય ગૌરવની ઉજવણી કરવા માટે તૈયાર છે.