19 December, 2018 07:01 PM IST |
મિર્ઝાપુર સક્સેસ પાર્ટીમાં દેખાયા સ્ટાર્સ
એમેઝોન પ્રાઈમ વીડિયોઝ પર સ્ટ્રીમ થયેલી વેબસિરીઝ 'મિર્ઝાપુર' હિટ થઈ છે. મિર્ઝાપુરના ડાઈલોગ્સ પણ યુથમાં ફેમસ થયા છે. વેબ સિરીઝની આ જ સફળતાની સક્સેસ માટે યોજાયેલી પાર્ટીમાં તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા.
મિર્ઝાપુર સક્સેસ પાર્ટીમાં દેખાયા સ્ટાર્સ
નવેમ્બરમાં રિલીઝ થયેલી 'મિર્ઝાપુર' આખા વિશઅવમાં સૌથી વધુ જોવાયેલી ઈન્ડિયન વેબ સિરીઝમાંની એક બની ચૂકી છે. આ જ સફળતાની ઉજવણી માટે રિતેશ સિવધવાનીએ પોતાની પત્ની ડૉલી સાથે મળીને એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં સહ નિર્માતા ફરહાન અખ્તર, સ્ટાર અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, હર્ષિતા ગૌર, અભિષેક બેનર્જી, અંગદ બેદી, વિદ્યા માલવડે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 'મિર્ઝાપુર' માટે એક્સેલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ અને એમેઝોન પ્રાીમ વીડિયો ઓરિજિનલે બીજી વખત સાથે કામ કર્યું હતું. આ પહેલા બંને મળીને ઈનસાઈડ એજનું નિર્માણ કરી ચૂક્યા છે.
રસપ્રદ વાત એ છે કે ગેરકાયદે ડ્રગ બિઝનેસ પર આધારિત વેબ સિરીઝ મિર્ઝાપુરની સફળતાની ઉજવણી ક્લબ 'એસ્કોબાર'માં ઉજવાઈ હતી. 'મિર્ઝાપુર' સત્તાથી પ્રભાવિત છે. અને બંને સત્તા મેળવવા માટે ખોટા માર્ગે ચડી જાય છે. પુનીત કૃષ્ણા અને કરણ અંશુમન દ્વારા બનાવાયેલી એમેઝોન પ્રાઈમ વીડિયો ઓરિજિનલની આ વેબસિરીઝ ગુરમીતસિંહે ડિરેક્ટ કરી છે. એક્સલ એન્ટરટેઈનમેન્ટના બેનર અંતર્ગત બનેલી આ વેબ સિરીઝને રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે.