08 December, 2025 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલી અસગર
કપિલ શર્માના શો ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માં દાદીનો રોલ ભજવનાર અલી અસગરે ખાસ ઓળખ બનાવી છે. તેણે અનેક શો, સિરિયલ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ બનવાની ઑફર પહેલાં અલી અસગરને કરવામાં આવી હતી પણ તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી.