12 June, 2024 09:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિયંકા ચોપડા અને કેવિન જોનાસ
બૉલિવુડથી હૉલીવુડ સુધી પહોંચેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra Brother in Law) પોતાની ફેમિલી લાઇફ પણ એન્જોય કરે છે. હૉલીવુડ એક્ટર અને સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ તે અમેરિકામાં જ શિફ્ટ ટાઈ ગઈ હતી અને તે તેની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. તાજેતરમાં જ પ્રિયંકાની જોનાસ ફેમિલીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા. જેમાં પ્રિયંકા ચોપડાના જેઠને સ્કિન કેન્સર થયું છે, જેના માટે તેમને એક મોટી સર્જરી કરવી પડી છે. તાજેતરમાં હૉલીવુડ સિંગર અને પ્રિયંકા ચોપડાના જેઠ કેવિન જોનાસને એક મસ્સાની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યારે કેવિન હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે ખબર પડી કે તેને સ્કિન કેન્સર થયું છે. કેવિને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોને શેર કરીને તેની સર્જરીનું બીફોર એન્ડ આફ્ટર પરિણામ બતાવ્યું હતું. આ સાથે જ તેણે તેના દર્શકોને ચેતવણી પણ આપી અને કહ્યું કે તેઓ પોતાના મોલ્સને સતત ચેક કરાવતા રહે.
‘લીવ બીફોર યુ લવ મી’ના પ્રખ્યાત ગાયક કેવિને તેના માથા પર હેરલાઇન પાસે એક ઘાતક મસ્સો શોધ્યો, જેના ઉપચાર દરમિયાન તેને ખબર પડી કે આ સ્કિન કેન્સર છે. તેણે પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી અને લોકોને પણ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. મંગળવારે 11 જૂને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા કેવિને (Priyanka Chopra Brother in Law) પોતાની સ્કિન કેન્સર સર્જરી વિશે જણાવ્યું હતું. તેણે વીડિયોની શરૂઆતમાં કહ્યું, `તો આજે હું મારા માથાથી બેસલ સેલ કાર્સિનોમા દૂર કરાવી રહ્યો છું.` તેણે કેમેરાને ત્વચાની અસામાન્યતાના સચોટ સ્થાનની નજીક રાખીને કહ્યું, `હા, આ ખરેખર એક નાનું સ્કિન કેન્સર છે જે વધતું જઈ રહ્યું છે અને હવે મને તેને દૂર કરવા માટે સર્જરી કરવી પડશે.`
કેવિન જોનાસે કેપ્શનમાં લખ્યું હતું, `તમારા શરીર પરના તિલની તપાસ (Priyanka Chopra Brother in Law) કરાવો, આ એક ફ્રેન્ડલી રિમાઇન્ડર છે. `કેન્સરની સર્જરી બાદ પણ તેણે વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પોતાના માથા પર લેગલી એક ગોઝ ટેપ બતાવી હતી. સર્જરીના નિશાનને તેણે ઇમોજીથી છિપાવવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો આ વીડિયો જોઈને ચિંતા વ્યકત કરી હતી. આ સાથે એક મસ્સો કેટલો ખતરનાક હોઈ શકે છે એવો પણ અંદાજ લગાવી રહ્યા છે. આ સાથે મસ્સો કેવી રીતે સ્કિન કેન્સર બની શકે છે તે અંગે પણ ચિંતા કરી છે. કેવિનની આ વાત જાણીને લોકોએ તે જલદીથી સાજો થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.