midday

જેરેમી રનરની હાલત ક્રિટિકલ

03 January, 2023 03:05 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

બરફ સાફ કરવા જતાં ઠંડી લાગી જતાં હૉસ્પિટલ લઈ જવા માટે કરવામાં આવ્યો ઍરલિફ્ટ
જેરેમી રનર

જેરેમી રનર

અવેન્જર્સ’ સિરીઝમાં હૉકાઇનું પાત્ર ભજવતા જેરેમી રનરની હાલત ખરાબ થતાં તેને હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યો છે. જોકે હવે તેની હાલત સ્ટેબલ છે. નૉર્ધર્ન નેવાડાના રેનોમાં જેરેમીનું ઘર આવેલું છે. તે ત્યાં ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે ગયો હતો. જોકે ન્યુ યર ઈવના દિવસે વિન્ટર સ્ટૉર્મ આવ્યું હતું અને લગભગ ૩૫,૦૦૦ ઘરની વીજળી જતી રહી હતી. અતિશય સ્નો હોવાથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. કાર પાર્ક કરી હોય તો એના પર બે-ત્રણ ફુટનો બરફ જામી ગયો હતો. આથી ઘણો બરફ હોવાથી તે જ્યારે બરફને દૂર કરી રહ્યો હતો ત્યારે ઠંડી લાગી જતાં તેની હાલત કફોડી બની ગઈ હતી. તેને સીધો હૉસ્પિટલમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યો હતો. તેની હેલ્થ ક્રિટિકલ છે, પરંતુ સ્ટેબલ છે.

Whatsapp-channel
entertainment news hollywood news avengers jeremy renner