જસ્ટિન બીબરે ગુડ ન્યુઝ આપવા બદલ વાઇફને ૧૨.૪૬ કરોડની રિંગ ગિફ્ટ કરી

04 June, 2024 02:29 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ રિંગ પર ૧૨ કૅરૅટનો ડાયમન્ડ જડેલો છે. હેલીએ આ રિંગ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

જસ્ટિન બીબર અને હેલી

કૅનેડિયન સિંગર અને પૉપ આઇકન જસ્ટિન બીબર પપ્પા બનવાનો છે. ગયા મહિને હવાઈ ટાપુ પર પ્રાઇવેટ સેરેમનીમાં તેણે અમેરિકન મૉડલ હેલી બીબર સાથે લગ્ન કર્યાં હતાં અને હમણાં હેલીએ પોતે પ્રેગ્નન્ટ હોવાની જાહેરાત કરી હતી. આ ગુડ ન્યુઝ મળ્યા બાદ જસ્ટિન બીબરે પત્નીને ૧.૫ મિલ્યન ડૉલર (આશરે ૧૨.૪૬ કરોડ રૂપિયા)ની રિંગ ગિફ્ટ કરી છે. આ રિંગ પર ૧૨ કૅરૅટનો ડાયમન્ડ જડેલો છે. હેલીએ આ રિંગ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે જેમાં તેની એક આંગળીમાં વેડિંગ રિંગ અને બીજી આંગળીમાં પ્રેગ્નન્ટ થયા પછી ગિફ્ટમાં મળેલી રિંગ પહેરી છે.

justin bieber hollywood news entertainment news