હું બ્રેકફાસ્ટમાં પ્રેશર ખાઉં છું : જેમ્સ કૅમરુન

21 December, 2022 03:25 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

તેમની ‘અવતાર : ધ વે ઑફ વૉટર’ હાલમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે ઇન્ડિયન બૉક્સ-ઑફિસ પર ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે

જેમ્સ કૅમરુન

હૉલીવુડના ફિલ્મમેકર જેમ્સ કૅમરુનનું કહેવું છે કે તેઓ બ્રેકફાસ્ટમાં પ્રેશર આરોગે છે. તેમની ‘અવતાર : ધ વે ઑફ વૉટર’ હાલમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે ઇન્ડિયન બૉક્સ-ઑફિસ પર ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. આ​ ફિલ્મને લઈને ખૂબ જ પ્રેશર હતું કે કેમ એ વિશે પૂછતાં જેમ્સ કૅમરુને કહ્યું કે ‘મને લાગે છે કે ઘણા ફિલ્મમેકર્સ પર ઘણું પ્રેશર હતું. આ ખૂબ જ મોટો ઇશ્યુ છે, પરંતુ લોકો ભાગ્યે જ એ વિશે વાત કરે છે. પાંચ વર્ષથી એક ફિલ્મ પર કામ કરી રહ્યો હોવા છતાં ફિલ્મના અંતે એ ફિલ્મને એકદમ ફ્રેશ નજરથી જોઈ શકવું જરૂરી છે. ​એક ડિરેક્ટર તરીકે આ સ્કિલને ડેવલપ કરવી ખૂબ જ મુશ્કેલ છે. ફિલ્મને જેમ બને એમ જલદી પૂરી કરવાનું પણ એક અલગ પ્રેશર છે. આ એક એવી ફિલ્મ છે જેને જલદી પૂરી શકાય એમ નહોતી. આ ફિલ્મમાં ૩૦૦૦થી વધુ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બજેટથી લઈને ડેડલાઇન સુધી દરેક બાબતને લઈને પ્રેશર હોય છે અને હું મસ્તીમાં કહેતો હોઉં છું કે હું બ્રેકફાસ્ટમાં પ્રેશર લઉં છું, આથી મને તમારાથી બને એટલું પ્રેશર આપો.’

hollywood news avatar james cameron entertainment news