03 April, 2023 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉમ હોલૅન્ડ
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન સમારંભમાં આમંત્રણ આપવા બદલ ટૉમ હોલૅન્ડે આભાર માન્યો છે. હૉલીવુડ સ્ટાર કપલ ટૉમ હોલૅન્ડ અને ઝીન્ડેયા પહેલી વખત મુંબઈ આવ્યાં છે. આ બન્નેએ ‘સ્પાઇડર મૅન : હોમ કમિંગ’માં કામ કર્યું હતું. મુકેશ અંબાણી સાથે હાથ મિલાવતો ફોટો ટૉમ હોલૅન્ડે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટૉમ હોલૅન્ડે કૅપ્શન આપી હતી, ‘અમને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ સેરેમનીમાં ઇન્વાઇટ કરવા માટે અંબાણી પરિવારનો આભાર. ખરેખર એક અદ્ભુત અનુભવ હતો જેને હું આજીવન યાદ રાખીશ.’