midday

હૉલીવુડની સિરીઝ ધ વાઇટ લોટસ 3ને ઠુકરાવી દીપિકાએ

26 July, 2024 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકાની છેલ્લી ફિલ્મ ‘કલ્કી 2898 AD’ હતી. તેણે ફેબ્રુઆરીમાં તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે અમેરિકન ડાર્ક કૉમેડી સિરીઝ ‘ધ વાઇટ લોટસ 3’ રિજેક્ટ કરી હોવાની ચર્ચા છે. દીપિકાની છેલ્લી ફિલ્મ ‘કલ્કી 2898 AD’ હતી. તેણે ફેબ્રુઆરીમાં તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે ટૂંક સમયમાં બાળકને જન્મ આપશે. જોકે મમ્મી બન્યા બાદ જલદી કામ કરવાનો તેનો કોઈ વિચાર નથી આથી તેણે હૉલીવુડની સિરીઝને ફગાવી દીધી છે. તે તેના બાળક પર સંપૂર્ણ ધ્યાન આપવા માગે છે. તેણે બૉલીવુડની એક પણ ફિલ્મ સાઇન નથી કરી. ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે એથી એ ફિલ્મ રિલીઝ થશે, પરંતુ તે હાલમાં કોઈ શૂટિંગ નહીં કરે.

Whatsapp-channel
hollywood news deepika padukone entertainment news