બ્રૅડ પિટ સાથેના છૂટાછેડાની ૮ વર્ષ લાંબી લડાઈ બાદ ઍન્જલિના જોલીની સંપત્તિમાં ૬૮૬ કરોડ રૂપિયાનો વધારો

05 January, 2025 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છૂટાછેડાના જંગ બાદ ઍન્જલિના જોલીને ૮૦ મિલ્યન ડૉલર એટલે કે ૬૮૬ કરોડ રૂપિયા મળ્યા છે

ઍન્જલિના જોલી અને બ્રૅડ પિટ

બ્રૅડ પિટ સાથેના ૮ વર્ષ લાંબા ચાલેલા છૂટાછેડાના જંગ બાદ ઍન્જલિના જોલીને ૮૦ મિલ્યન ડૉલર એટલે કે ૬૮૬ કરોડ રૂપિયા મળ્યા છે. જૉઇન્ટ ઓનરશિપની હાઈ ક્વૉલિટી રોઝ વાઇન માટે પ્રખ્યાત ફ્રેન્ચ એસ્ટેટના વેચાણમાંથી અડધા ભાગપેટે મળેલા ૫૫૦ કરોડ રૂપિયા અને બ્રૅડ પિટે ભેટ આપેલા ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના પેઇન્ટિંગની હરાજીમાંથી મળેલા ૯૯ કરોડ રૂપિયાને કારણે હૉલીવુડ ઍક્ટ્રેસની મિલકતમાં ધરખમ વધારો થયો છે. હજી ન્યુ ઑર્લિયન્સમાં આવેલા ૪૨ કરોડ રૂપિયાના ઘરના વેચાણ વિશે કાંઈ નક્કી કરવામાં આવ્યું નથી.

brad pitt angelina jolie celebrity divorce entertainment news hollywood news