મલ્હાર સ્ટારર પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ `ગજબ થઈ ગયો`નું ટ્રેલર રિલીઝ, જુઓ

22 March, 2022 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ સાયન્સ ફિક્શન લાઇટ-હાર્ટેડ કિડ્સ એડવેન્ચર ફિલ્મ છે. આ ફિલ્મ 7 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગજબ થઈ ગયો ફિલ્મ પોસ્ટર

ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર(Malhar Thakar)`ધુંઆધાર` બાદ ફરી એક વાર સિનેમામાં ધુમ મચાવવા માટે તૈયાર છે. અભિનેતા તેની આગામી ફિલ્મ `ગજબ થઈ ગયો` માટે ખુબ જ ઉત્સાહિત છે. જે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે, જેમાં મલ્હાર ઠાકર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ સાયન્સ ફિક્શન લાઇટ-હાર્ટેડ કિડ્સ એડવેન્ચર ફિલ્મ છે.

ફિલ્મની વાત કરીએ તો, ફિલ્મમાં એક એવા અનુસ્નાતક યુવાનની વાત કરવામાં આવી છે, જે હાલની કેટલીક છેલ્લી બચી ગયેલી ગુજરાતી માધ્યમની શાળાઓમાંથી એકમાં જોડાવવાનો પડકાર લે છે. એ યુવાન એટલે ભગીરથ, જેનું પાત્ર મલ્હાર ઠાકર ભજવી રહ્યો છે. આ યુવાન વિશ્વને સાબિત કરવા માગે છે કે માતૃભાષા સાથે ટકી રહેવા માટે હંમેશા પડકારો આવતા હોય છે પરંતુ જો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવીન શિક્ષણ કૌશલ્યોનો ઉપયોગ કરો તો તમે તમારા ઉદ્દેશ સુધી પહોંચી શકો છો.

અભિનેતા મલ્હાર ઠાકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કર્યુ છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, `ગુજરાતી જ્ઞાન એ જ અભિયાન.` આ ફિલ્મ 7 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીજ થશે. આ ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. 

આ ફિલ્મનું નિર્દેશન નીરજ જોશીએ કર્યુ છે, જ્યારે નિર્માણ Infinine Motions PLTDએ કર્યુ છે. જેમની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. સાયન્સ ફિક્શન આ ગુજરાતી ફિલ્મમાં સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે પૂજા ઝવેરી મુખ્ય ભૂમિકામાં છે.  આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ સાયન્સ ફિક્શન લાઇટ-હાર્ટેડ કિડ્સ એડવેન્ચર ફિલ્મ છે.

 

dhollywood news Malhar Thakar gujarati film