સાયબર ક્રાઇમની વાર્તા લઈ આવી મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામીની ફિલ્મ, જુઓ ટીઝર

23 April, 2026 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ફિલ્મમાં, શ્રુહદ ગોસ્વામી પહેલીવાર મલ્હાર ઠાકર સાથે સ્ક્રીન શૅર કરતો જોવા મળવાનો. વધુમાં, પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મનું નિર્માણ ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.

ધરપકડ

દેશમાં સતત સાયબર ક્રાઇમ અને ‘ડિજિટલ ધરપકડ’ જેવી ઓનલાઈન છેતરપિંડી વધી રહી છે. હવે આવા ગંભીર મુદ્દે લોકોમાં જાગરૂકતા ફેલાવવા એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે. ફિલ્મમાં ઢોલિવૂડ ફિલ્મ જગતના બે સુપરસ્ટાર કલાકાર મલ્હાર ઠાકર અને ‘લાલો’ ફેમ અભિનેતા શ્રુહદ ગોસ્વામી જોવા મળવાનો છે. સાયબર ક્રાઇમ પર આધારિત આગામી ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું ઑફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ 1 મિનિટ, 5 સેકન્ડના ટીઝરમાં ડિજિટલ દુનિયામાં રહેલા જોખમોને ઉજાગર કરવામાં આવ્યા છે અને છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓનો પર્દાફાશ પણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

ફિલ્મની વાર્તા અને ટીઝરમાં શું જોવા મળ્યું?

ટીઝરની શરૂઆતમાં જ એક મિડલ ક્લાસ પરિવાર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. અભિનેતા મલ્હાર ઠાકર ગંભીર ભૂમિકામાં દેખાય જોવા મળવાનો છે. ટ્રેલરમાં તે કહે છે "જીવનભરની નોકરીમાં તમે આટલું જ કમાયા કે કોઈનો જીવ ન બચાવી શક્યા?” ટ્રેલરમાં ફિલ્મની વાર્તાનો ગંભીર ટોન જોવા મળી રહ્યો છે. ફિલ્મની વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બૅન્ક ખાતામાં અચાનક અપૂરતું બૅલેન્સ દેખાય છે, જે મલ્હાર પૂછે છે કે "જો પૈસા નથી, તો તે ક્યાં ગયા, પપ્પા?" ઘટનાઓનો આ ક્રમ સીધો ડિજિટલ છેતરપિંડી તરફ નિર્દેશ કરે છે.

સાયબર છેતરપિંડી અને સસ્પેન્સ

આ ફિલ્મમાં કેવી રીતે સ્કૅમર્સ લોકોનો વિશ્વાસ મેળવીને તેમને ભયના વાતાવરણમાં લઈ આવી તેમની છેતરપિંડી કરે છે. ફિલ્મના ટીઝર એક ફોન કોલ સાથે સમાપ્ત થાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે, "અમે તમારા પુત્રની ધરપકડ કરી છે," જેનાથી ‘ડિજિટલ ધરપકડ જેવી છેતરપિંડીની ગંભીરતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનીશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

કાસ્ટ અને પ્રોડક્શન વિશે

આ ફિલ્મમાં, શ્રુહદ ગોસ્વામી પહેલીવાર મલ્હાર ઠાકર સાથે સ્ક્રીન શૅર કરતો જોવા મળવાનો. વધુમાં, પ્રશાંત બારોટ, પ્રતીક રાઠોડ અને જય ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મનું નિર્માણ ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.

ટીઝરે દર્શકોમાં ફિલ્મની રિલીઝ ડેટને લઈને ઉત્સુકતા વધારી

આ ક્રાઇમ થ્રિલર ફિલ્મ 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનો હેતુ સાયબર છેતરપિંડી અંગે જાગૃતિ લાવવાનો છે. ટીઝરને સોશિયલ મીડિયા પર સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, અને દર્શકોમાં ફિલ્મ માટે ઉત્સુકતાની ભાવના સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

Malhar Thakar shruhad goswami upcoming movie gujarat police teaser release dhollywood news entertainment news