26 September, 2023 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિંજલ રાજપ્રિયા
કિંજલ રાજપ્રિયાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે પાન્ડાની કેટલીક ઍક્સેસરીઝ સાથે જોવા મળી રહી છે. ૨૩ સપ્ટેમ્બરે તેનો જન્મદિવસ હતો. તેને આ પાન્ડાની ઍક્સેસરીઝ ગિફ્ટમાં મળી હોય એવું લાગી રહ્યું છે. કિંજલ ‘શૉર્ટકટ’, ‘ધુમ્મસ’ અને ‘૫૩મું પાનું’ માટે જાણીતી છે. તે ‘૩ એક્કા’માં પણ જોવા મળી હતી. પોતાના જન્મદિવસના સેલિબ્રેશનના ફોટો શૅર કરી કિંજલ રાજપ્રિયાએ કૅપ્શન આપી હતી કે ‘બેબી પાન્ડા ઇન ધ હાઉસ. બધાનો જન્મદિવસની શુભેચ્છા બદલ આભાર માનું છું.’