છાવાનો OTT પર ધબડકો

18 April, 2025 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનું સ્થાન પ્લૅટફૉર્મ પર નબળો દેખાવ કરનારી ફિલ્મોમાં આઝાદ અને ઇમર્જન્સી પછી ત્રીજા નંબરે છે. એક તારણ એવું છે કે ‘છાવા’એ થિયેટરમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે જેના કારણે એને  OTT પર ઓછા દર્શકો મળી રહ્યા છે.

છાવા

વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’એ બૉક્સ-ઑફિસ પર તો જબરદસ્ત કમાણી કરી છે, પણ આ ફિલ્મ OTT પર સારો પર્ફોર્મન્સ આપી શકી નથી. આ ફિલ્મ ૧૧ એપ્રિલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી અને એને પહેલા અઠવાડિયામાં ૨.૨ મિલ્યન વ્યુઅરશિપ મળી છે અને એનું સ્થાન પ્લૅટફૉર્મ પર નબળો દેખાવ કરનારી  ફિલ્મોમાં ‘આઝાદ’ અને ‘ઇમર્જન્સી’ પછી ત્રીજા નંબરે છે.  આ આંકડા નેટફ્લિક્સના ૭ એપ્રિલથી ૧૩ એપ્રિલના ઍનૅલિસિસના આધારે મળ્યા છે. આમ વિકી કૌશલની આ પિરિયડ ડ્રામા ફિલ્મ ટૉપ ટેન ફિલ્મના લિસ્ટમાં માત્ર ભારતમાં જ નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે.

એક તારણ એવું છે કે ‘છાવા’એ થિયેટરમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે જેના કારણે એને  OTT પર ઓછા દર્શકો મળી રહ્યા છે.

OTTની ટૉપ ફિલ્મ્સ

  1. ધૂમધામ - . મિલ્યન
  2. નાદાનિયાં - . મિલ્યન
  3. દેવા - . મિલ્યન
  4. છાવા - . મિલ્યન
  5. ઇમર્જન્સી - . મિલ્યન
  6. આઝાદ - . મિલ્યન
vicky kaushal netflix bollywood buzz bollywood news bollywood entertainment news