ઑપરેશન સિંદૂરનો લીડ હીરો બનશે વરુણ ધવન?

15 April, 2026 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બૉર્ડર 2’માં વરુણ ધવનની ઍક્ટિંગનાં વખાણ થયાં પછી તેને આ પ્રકારની ફિલ્મો માટે સતત ઑફર્સ મળી રહી છે

વરુણ ધવન

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ઑપરેશન સિંદૂર’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર આધારિત હશે. હવે ખબર પડી છે કે નિર્માતાઓ આ ફિલ્મ માટે વરુણ ધવનને લીડ રોલમાં કાસ્ટ કરવા ઇચ્છે છે. ‘બૉર્ડર 2’માં વરુણ ધવનની ઍક્ટિંગનાં વખાણ થયાં પછી તેને આ પ્રકારની ફિલ્મો માટે સતત ઑફર્સ મળી રહી છે. 
રિપોર્ટ મુજબ વરુણ ધવન ‘ઑપરેશન સિંદૂર’ માટે વિવેક અગ્નિહોત્રી અને ભૂષણ કુમાર સાથે ચર્ચા કરી રહ્યો છે. તે ટૂંક સમયમાં ફિલ્મની સંપૂર્ણ વાર્તા સાંભળશે અને ત્યાર બાદ અંતિમ નિર્ણય લેશે. 

varun dhawan upcoming movie operation sindoor vivek agnihotri bhushan kumar entertainment news bollywood bollywood news