બાથરૂમના લીક વીડિયો પર પહેલી વાર બોલી ઉર્વશી રૌતેલા કહ્યું "આવું કોઇ છોકરી સાથે…"

28 July, 2024 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Urvashi Rautela Leaked Video: અભિનેત્રી આગામી સમયમાં સુશી ગણેશન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ `ઘુસપૈઠિયા`માં જોવા મળવાની છે.

ઉર્વશી રૌતેલાના લીક વીડિયોનો સીન

થોડા દિવસો પહેલા બૉલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો બાથરૂમમાં નાહતા હોવાનો વીડિયો (Urvashi Rautela Leaked Video) સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. જો કે સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને અનેક વખત શૅર કર્યાના તરત જ બાદ આ માત્ર ઉર્વશીએ કરેલો કોઈ ચિપ પબ્લિસિટી સ્ટંટ છે એવું કેટલાક લોકોએ કહ્યું હતું, પરંતુ આ વીડિયો સાચો છે કે કોઈએ ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવ્યો છે તે બાબતે પણ ચર્ચા શરૂ થઈ હતી, પણ આ મામલે ઉર્વશી તરફથી કોઈપણ નિવેદન આપવામાં આવ્યું નહોતું અને હવે આ વીડિયો પાછળનું સત્ય શું છે? તેનો ખુલાસો પોતે ઉર્વશીએ જ કર્યો છે. હાલમાં જ ઉર્વશી એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે આ વાયરલ વીડિયો બાબતે પહેલી વખત જાહેરમાં વાત કરી હતી.

ઉર્વશી રૌતેલા આગામી સમયમાં સુશી ગણેશન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ `ઘુસપૈઠિયા`માં (Urvashi Rautela Leaked Video) જોવા મળવાની છે. ઉર્વશી આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન માટે ઉર્વશી એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે તેના બાથરૂમના લીક થયેલા વીડિયો બાબતે વાત કરી હતી. આ લીક વીડિયો વિશે વાત કરતાં ઉર્વશીએ કહ્યું, `આ મારી પ્રાઈવેટ ક્લિપ નથી. આ લીક વીડિયો મારી ફિલ્મ ‘ઘુસપૈઠિયા’માનું એક સીન છે. આ સાથે ઉર્વશીએ ખુલાસો કરતાં એક પણ કહ્યું હતું કે ‘તેના વાસ્તવિક જીવનમાં ક્યારેય આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું નથી. તેણે કહ્યું કે આવું કોઈ છોકરી સાથે ન થવું જોઈએ. ઉર્વશીના આવા નિવેદન બાદ હવે ફેન્સ તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉર્વશીની આગામી ફિલ્મ ‘ઘુસપૈઠિયા’ વિશે વાત કરીએ, તો તે નવ ઑગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઉર્વશીની આ ફિલ્મને લઈને તેના ચાહકોમાં મોટી ઉત્સુકતા જોવા મળી રહી છે.

ઉર્વશીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે છેલ્લે ફિલ્મ `JNU`માં કામ કર્યું હતું. આ ફિલ્મ (Urvashi Rautela Leaked Video) આ વર્ષે 2024 માં જ રિલીઝ થઈ હતી. હવે ઉર્વશી હિન્દી ફિલ્મ `દિલ હૈ ગ્રે` અને તેલુગુ ફિલ્મ `બ્લેક રોઝ`માં જોવા મળવાની છે. પોતાની ફિલ્મોની સાથે સાથે ઉર્વશી અનેક વખત પોતાના નિવેદનો અને ઇન્ડિયન ક્રિકેટ ટીમનો બેટર અને વિકેટ કીપર રિષભ પંત સાથે રિલેશનમાં હોવાને કારણે પણ ચર્ચામાં રહી છે. જો કે ઉર્વશી રૌતેલાની આગામી ફિલ્મ `ઘુસપૈઠિયા`માં આ પ્રકારનો કોઈ સીન છે જેથી ફિલ્મમાં વધુ કયા પ્રકારના ઉર્વશીના બોલ્ડ સીન જોવા મળશે તે બાબતે દર્શકોમાં ચર્ચા છે તેમ જ ફિલ્મની માર્કેટિંગ ટીમે આ વીડિયોને લોકોમાં ઉત્સુકતા વધારવા માટે આ ‘ઉર્વશીનો બાથરૂમ વીડિયો લીક’ થઈ છે પોસ્ટ કર્યો હશે જેથી અનેક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.

urvashi rautela viral videos upcoming movie bollywood news bollywood gossips bollywood entertainment news