ટોટલ ટાઇમપાસ : બર્થ-ડે સેલિબ્રેશન અને વધુ સમાચાર

17 January, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયની સુપરવુમન, ફરી આવી ગઈ છે રાની ભારતી

સિદ્ધાર્થ મલ્હોત્રા , કિયારા અડવાની

કિયારા અડવાણીએ તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે તેના ફ્રેન્ડ્સ અને ફૅમિલીને આમંત્રિત કર્યાં હતાં. સિદ્ધાર્થનો ગઈ કાલે ૩૯મી વરસગાંઠ હતી. આ સેલિબ્રેશનમાં ફૅમિલીની સાથે કરણ જોહર અને શકુન બત્રાએ હાજરી આપી હતી. કિયારાએ તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર એક વિડિયો શૅર કર્યો હતો અને એના પર તેણે હૅપી બર્થ-ડે માય લવ લખ્યું હતું. આ વિડિયોમાં તે સિદ્ધાર્થને કિસ કરતી જોવા મળી રહી છે.

અક્ષયની સુપરવુમન

અક્ષયકુમારની પત્ની ટ્‍‍વિન્કલ ખન્નાની ગ્રૅજ્યુએશન સેરેમનીમાં તેણે હાજરી આપી હતી. ટ્‍‍વિન્કલે આ ઉંમરે તેનું ગ્રૅજ્યુએશન પૂરું કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારે અક્ષયને થોડો શૉક લાગ્યો હતો. જોકે ટ્‍‍વિન્કલે જે નક્કી કર્યું હતું એ કરી દેખાડ્યું અને હવે તેની ગ્રૅજ્યુએશન ઇવેન્ટ પણ પૂરી થઈ છે. ટ્‍‍વિન્કલ સાથેનો ફોટો શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘બે વર્ષ પહેલાં તેં જ્યારે મને કહ્યું હતું કે તું સ્ટડી કરવા માગે છે ત્યારે હું વિચારતો હતો કે શું તું સાચે એ કહી રહી છે? જોકે મેં જે દિવસે તને ઘર, કરીઅર, મને અને કિડ્સને સંભાળવાની સાથે તારી સ્ટડીમાં ખૂબ જ મહેનત કરતાં જોઈ એ દિવસે મને એહસાસ થયો કે મેં સુપરવુમન સાથે લગ્ન કર્યાં છે. આજે તારા ગ્રૅજ્યુએશનના દિવસે મને થઈ રહ્યું છે કે કાશ, હું પણ થોડું વધુ ભણ્યો હોત તો મને તારા પર કેટલો ગર્વ છે એ કહેવા માટે મારી પાસે વધુ શબ્દ હોત. ટીના, તને અભિનંદન અને ખૂબ જ પ્રેમ.’

ફરી આવી ગઈ છે રાની ભારતી

હુમા કુરેશી તેની વેબ સિરીઝ ‘મહારાની 3’ લઈને આવી ગઈ છે. ત્રીજી સીઝનમાં તે એજ્યુકેશનને હથિયાર બનાવતી જોવા મળશે. આ પૉલિટિકલ શોમાં તે રાની ભારતીનું પાત્ર ભજવી રહી છે. ત્રીજી સીઝનના શોના ટીઝરમાં દેખાડવામાં આવ્યું છે કે તે પરીક્ષા પાસ કરી લે છે અને તે જેલમાં મીઠાઈ વેચે છે. આ ટીઝરમાં રાની ભારતી કહે છે કે ‘હું સ્કૂલ ડ્રૉપઆઉટ હતી તો પણ તમારે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું હતું. તો વિચારો કે હું ગ્રૅજ્યુએટ થઈ જઈશ પછી શું થશે.’ આ શોની સ્ટોરી ૧૯૯૦ના દાયકાની લાલુ પ્રસાદ યાદવની લાઇફ પરથી થોડી ઇન્સ્પાયર્ડ છે. આ શોની પહેલી સીઝનમાં ૧૯૯૫થી ૧૯૯૯ની સ્ટોરી દેખાડવામાં આવી હતી. બીજી સીઝનમાં રાની ભારતીનો પતિ ભીમા ભારતી કેવી રીતે જેલમાંથી સરકાર ચલાવતો હતો અને જંગલ રાજ ચાલી રહ્યું હતું, પરંતુ બધો દોષનો ટોપલો રાની ભારતી પર આવ્યો હતો. જોકે ત્રીજી સીઝનમાં હવે રાની ભારતી પોતાનું દિમાગ ચલાવશે. આ શોમાં હુમાની સાથે અમિત સ્યાલ, વિનીત કુમાર, પ્રમોદ પાઠક, કની કુશ્રુતિ, અનુજા સાઠે, સુશીલ પાંડે, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય અને સોહમ શાહ જોવા મળશે.

kiara advani sidharth malhotra akshay kumar twinkle khanna huma qureshi entertainment news bollywood buzz bollywood news social media bollywood