ઝોયાની પણ એક અલગ સ્ટોરી, એના પરથી પણ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ બની શકે છે : કૅટરિના

24 November, 2023 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝમાં અત્યાર સુધી મેલ ઍક્ટર્સ લીડ રોલમાં છે. ફીમેલ પરથી એક પણ સ્પાય ફિલ્મ નથી બની. ‘ટાઇગર 3’માં ઝોયાની એટલે કે કૅટરિનાની બૅક સ્ટોરી દેખાડવામાં આવી હતી.

કૈટરીના કૈફ

કૅટરિના કૈફનું કહેવું છે કે ઝોયાની પણ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ બની શકે છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સમાં સૌથી છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘ટાઇગર 3’ છે જે હાલમાં જ દિવાળી પર રિલીઝ થઈ છે. આ પહેલાં આ સિરીઝમાં ‘પઠાન’ બની હતી. શાહરુખની આ ફિલ્મમાં જૉન એબ્રાહમના જિમના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. તેના પાત્ર પરથી પણ ફિલ્મ બનાવવામાં આવે એવી ડિમાન્ડ થઈ હતી. આ સિરીઝની આગામી ફિલ્મ ‘વૉર 2’ આવવાની છે. આ સિરીઝમાં અત્યાર સુધી મેલ ઍક્ટર્સ લીડ રોલમાં છે. ફીમેલ પરથી એક પણ સ્પાય ફિલ્મ નથી બની. ‘ટાઇગર 3’માં ઝોયાની એટલે કે કૅટરિનાની બૅક સ્ટોરી દેખાડવામાં આવી હતી. આ વિશે કૅટરિનાએ કહ્યું કે ‘સ્પાય યુનિવર્સની બ્યુટી એ છે કે એને આદિત્ય ચોપડાએ એટલી સારી રીતે બનાવ્યું છે કે એમાં દરેક પાત્રને એક્સપ્લોર કરવાનો સ્કોપ છે. આ દરેક પાત્રને એટલી સારી રીતે લખવામાં આવ્યાં છે કે એની ઓરિજિન સ્ટોરી  કે એના ભૂતકાળ અને એની આસપાસ ફરતેની સ્ટોરી પર કામ કરી શકાય છે. મારું માનવું છે કે સ્ટોરી જો સારી હોય તો એની સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બનાવવી જરૂરી છે. જો ટીમને કોઈ અદ્ભુત સ્ટોરી મળી તો એના પરથી જરૂર ફિલ્મ બનશે, કારણ કે દરેક એક્સાઇટેડ છે. ઝોયાની પણ ઓરિજિન સ્ટોરી બની શકે છે.’

katrina kaif tiger zinda hai ek tha tiger Salman Khan bollywood news bollywood