03 November, 2024 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૉન્ગ ‘રાજા રામ’નું અદભૂત ઓપનિંગ
દોસ્તો, તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની રિલીઝ માટેની તૈયારીઓએ જોર પકડયું છે. હવે તે રીલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેના રીલીઝની વાત સાથે જ હવે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે આ ફિલ્મનું ટીઝર બહાર આવ્યું હતું ત્યારે ફિલ્મના ટીઝરે દર્શકોમાં આ ફિલ્મની હાર્ડ-હિટિંગ સ્ટોરી સૌ સામે મૂકી દીધી હતી. ત્યારથી જ તેણે દર્શકોમાં ભારે ઉત્સાહ જનમાવ્યો છે. હવે તેના સૉન્ગ લોન્ચિંગ (Launch Song Raja Ram)એ નવો ઇતિહાસ રચ્યો છે.
ફર્સ્ટ સૉન્ગ ‘રાજા રામ’ રીલીઝ- નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મુહૂર્ત ટ્રેડિંગ બૅલ વગડાવીને લોન્ચિંગ થયું
ખૂબ જ ખુશીનાં સમાચાર તો એ છે કે આ ફિલ્મનાં ફર્સ્ટ સૉન્ગ ‘રાજા રામ’ને ખૂબ જ અદભૂત ઓપનિંગ (Launch Song Raja Ram) મળ્યું હતું. ફિલ્મનાં મેકર્સે તેમના પહેલા ગીત ‘રાજા રામ’ની રિલીઝ સાથે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આ સૉન્ગને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મુહૂર્ત ટ્રેડિંગ બેલ વગડાવીને લોન્ચ કરવામાં આવ્યું હતું. દિવાળીના આ મોટા પૂજા ઇવેન્ટ વખતે આ રીતે કોઈ સૉન્ગ લોન્ચ થયું હોય એવી આ ફર્સ્ટ ફિલ્મ બની છે!
એટલું જરૂર કહી શકીએ કે સૉન્ગ ‘રાજા રામ’ના (Launch Song Raja Ram) આ અભૂતપૂર્વ અને શાનદાર રિલીઝની સાથે જ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’એ દેશના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન મેળવી લીધું છે. આ પહેલી એવી ફિલ્મ છે જેના ગીતના લોન્ચિંગ સાથે સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જના મુહૂર્ત ટ્રેડિંગ બેલ રિંગિંગ સેરેમનીની શરૂઆત કરવામાં આવી છે.
આ ફિલ્મનાં ટીઝરમાં વિક્રાંત મેસ્સીનો એક સરસ ડાયલોગ આવે છે જેમાં તે કહે છે કે, ‘અમારો દેશ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનો દેશ છે. જજ સાહેબ." આ લાઇન ભારતની શક્તિ અને એકતાને દર્શાવે છે અને નેતાઓને યાદ અપાવે છે કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જેમાં દરેક નાગરિકને ન્યાય મળવો જોઈએ.
૨૦ વર્ષ બાદ હવે જ્યારે એકતા આર કપૂર તેના હિટ ટીવી શૉ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ના પ્રખ્યાત ગીત `રામ રામ` સાથે ટેલિવિઝન ઇતિહાસનો એક ભાગ પાછો લાવી રહી છે. હવે `રાજા રામ` તરીકે ઓળખાતું, આ ગીત મૂળ શૉની યાદોને એક નવા સિનેમેટિક સંસ્કરણ રજૂ કરે છે જે ભાવકોના દીલને અચૂક સ્પર્શી જશે, એમાં કોઈ બેમત નથી.
Launch Song Raja Ram: મિત્રો, `ધ સાબરમતી રિપોર્ટ`માં વિક્રાંત મેસ્સી, રાશી ખન્ના અને રિદ્ધિ ડોગરા લીડ રોલમાં જોવા મળવાના છે. આ ફિલ્મ ધીરજ સરનાએ ડિરેક્ટ કરી છે અને શોભા કપૂર, એકતા આર કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની છે. તો તૈયાર છો ને?