30 November, 2023 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નર્ગિસ ફખરી
નર્ગિસ ફખરીનું કહેવું છે કે ‘ટટ્લુબાઝ’માં તેનું પાત્ર તેની સેન્સ્યુઆલિટીનો એના ફાયદા માટે ઉપયોગ કરતી જોવા મળશે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે તે વેબ સિરીઝમાં ડેબ્યુ કરી રહી છે. આ શોમાં તેની સાથે ધીરજ ધૂપર અને દિવ્યા અગરવાલ પણ જોવા મળશે. આ શો એક સ્કૅન્ડલ પર આધારિત છે. કોન આર્ટિસ્ટ બુલબુલ ત્યાગીનું પાત્ર ધીરજ ભજવી રહ્યો છે. તે તેની લાઇફનું બિગેસ્ટ સ્કૅમ કરવાની તૈયારી કરી રહ્યો હોય છે. જોકે એ દરમ્યાન તેની મુલાકાત ઇઝાબેલ ત્રિપાઠી (નર્ગિસ) અને દિશા (દિવ્યા) સાથે થાય છે અને તેઓ સૌથી મોટું સ્કૅન્ડલ કરવા નીકળે છે. આ વિશે નર્ગિસે કહ્યું કે ‘આ સ્ટોરી ખૂબ જ અદ્ભુત છે અને ઇઝાબેલનું મારું પાત્ર મેં આજ સુધી ભજવેલાં તમામ પાત્ર કરતાં એકદમ અલગ છે. એ એકદમ ચાલાક હોય છે અને એની સેન્સ્યુઆલિટીનો ઉપયોગ એના ફાયદા માટે કરતી હોય છે. દર્શકો આ શોને કેવો રિસ્પૉન્સ આપે છે એ જોવા માટે હું આતુર છું.’