18 January, 2020 03:30 PM IST | Mumbai Desk
10 જાન્યુઆરીના રિલીઝ થયેલી અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયરે બૉક્સ ઑફિસ પર પોતાનું પહેલું અઠવાડિેયું પૂરું કરી લીધું છે. આ ફિલ્મે દરેક દર્શકોને સિનેમાઘરોમાં આકર્ષિત કરતાં બુધવારે 100 કરોડના ક્લબમાં પહેલાથી એન્ટ્રી મારી લીધી છે, જેના પછી હજી પણ કલેક્શન ચાલું છે.
તાનાજી ધ અનસંગ વૉરિયરે ગુરુવારે કુલ 118.91 કરોડ રૂપિયાનું બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું હતું. તાજેતરમાં જ આ ફિલ્મનું શુક્રવારે થયેલું કલેક્શન પણ સામે આવી ચૂક્યું છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્સે કલેક્શનની માહિતી આપતાં લખ્યું, તાનાજીએ સિનેમાના દિવાનાઓ વચ્ચે ગમતી ફિલ્મ બની ગઈ છે, બીજા શુક્રવારે પણ મજબૂત પકડ બનાવી રાખી છે, આશા છે કે જો આ જ રિધમ જળવાયેલી રહેશે તો ફિલ્મ 200 કરોડ પાર કરી શકે છે, મહારાષ્ટ્રનો રેકૉર્ડ જળવાયેલો છે, મોટો ઉછાળ થવાનો છે, શુક્રવારે ફિલ્મે 10.06 કરોડ રૂપિયાની કમાણી કરી, આમ કુલ કલેક્શન 128.97 કરોડ કર્યું છે.
જણાવીએ કે ફિલ્મ પહેલા દિવસથી જ બૉક્સ ઑફિસ પર છવાયેલી છે. ફિલ્મે પહેલા શુક્રવારે પોતાના ઓપનિંગ ડેમાં 15.10 કરોડ, શનિવાર 20.57 કરોડ, રવિવાર 26.26 કરોડ, સોમવાર 13.75 કરોડ, મંગળવાર 15.28 કરોડ, બુધવાર 16.72 કરોડ, ગુરુવારે 11.23 અને શુક્રવારે 10.06 કરોડની કમાણી કરી છે. અત્યાર સુધી ફિલ્મ 128.97 કરોડ રૂપિયાનું ટોટલ કલેક્શન કરી લીધું છે. આવું જ પ્રદર્શન રહ્યું તો ફિલ્મ ટૂંક સમયમાં જ 200 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ શકે છે.
10 જાન્યુઆરીના રિલીઝ થયેલી ફિલ્મ તાનાજીને 3800 સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ 17મી સદીના એક વીર યોદ્ધા તાનાજીની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગન તાનાજીનો, કાજોલ પત્ની સાવિત્રીબાઇ અને સૈફ અલી ખાન ઉદય ભાનનું નેગેટિવ પાત્ર ભજવી રહ્યો છે.
આ પણ વાંચો : હવે મચશે ડરની અફરા તફરી કારણ ટ્રેલર થઈ ગયું છે રિલીઝ....
આ ફિલ્મ સાથે દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ છપાક પણ 10 જાન્યુઆરીના રિલીઝ થઈ હતી. તાનાજીની તુલનામાં છપાકે ઘણું ઓછું કલેક્શન કર્યું છે. ફિલ્મે ગઈ કાલ સુધી ફક્ત 28 કરોડની આસપાસ કમાણી કરી છે.