ટીમ બૉર્ડર 2નું ખાસ ગેટ-ટુગેધર

29 January, 2026 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇવેન્ટમાં પ્રોડ્યુસર નિધિ દત્તા બ્લૅક આઉટફિટમાં જોવા મળી હતી, જ્યારે સની ઑલિવ શર્ટ અને ડેનિમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પાર્ટીમાં વરુણ ધવન ઑલ બ્લૅક લુકમાં આવ્યો હતો, જ્યારે સોનમ બાજવા ટ્યુબ ડ્રેસમાં ગ્લૅમરસ લુકમાં જોવા મળી હતી.

બૉર્ડર 2ની ટીમ

ફિલ્મ ‘બૉર્ડર 2’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે ત્યારે આખી ટીમ માટે એક ખાસ ગેટ-ટુગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં ફિલ્મની સમગ્ર ટીમ હાજર રહી હતી. ઇવેન્ટમાં પ્રોડ્યુસર નિધિ દત્તા બ્લૅક આઉટફિટમાં જોવા મળી હતી, જ્યારે સની ઑલિવ શર્ટ અને ડેનિમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પાર્ટીમાં વરુણ ધવન ઑલ બ્લૅક લુકમાં આવ્યો હતો, જ્યારે સોનમ બાજવા ટ્યુબ ડ્રેસમાં ગ્લૅમરસ લુકમાં જોવા મળી હતી.

બૉર્ડર 2ના દરિયાનો વૉર-સીન સ્વિમિંગ પૂલમાં શૂટ થયો હોવાનાં ફુટેજ લીક

વૉર ફિલ્મ ‘બૉર્ડર 2’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે. સની દેઓલ, દિલજિત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી જેવા સ્ટાર્સની ઍક્ટિંગ દર્શકોને બહુ પસંદ પડી રહી છે. ફિલ્મના કેટલાક ઇમોશનલ વૉર-સીન દર્શકોને રડાવી રહ્યા છે. હવે ફિલ્મના શૂટિંગનાં કેટલાંક ફુટેજ લીક થયાં છે. આમાંથી એક ફુટેજમાં અહાન શેટ્ટી ડૂબતી પનડૂબી પર નજર આવે છે, જ્યારે હકીકતમાં આ સીનનું શૂટિંગ એક સ્વિમિંગ પૂલમાં કરવામાં આવ્યું હતું. આ ક્લિપમાં અહાનના ચહેરા પર ઈજાગ્રસ્ત દેખાવ માટે મેકઅપ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં જે સ્થળને સમુદ્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે એ વાસ્તવમાં એક જર્જરિત ઇમારત નજીકનું સ્થાન હોવાનું સામે આવ્યું છે. આ ક્લિપ સામે આવ્યા પછી આ વૉર-સીન જોઈને ભારે ઇમોશનલ થઈ ગયેલા ઘણા ફૅન્સને ભારે આંચકો લાગ્યો છે.

દિલને સ્પર્શી ગઈ: હૃતિક રોશને બૉર્ડર 2 માટે પોસ્ટ કર્યો આ રિવ્યુ

સની દેઓલ, વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટીની ફિલ્મ ‘બૉર્ડર 2’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે. આ વૉર-ડ્રામા જોઈને હૃતિક રોશને પણ પોતાનો રિવ્યુ શૅર કર્યો છે. હૃતિકે સોશ્યલ મીડિયા પર ફિલ્મનાં વખાણ કરતાં એક પોસ્ટ કરી છે.
હૃતિકે સોશ્યલ મીડિયામાં લખ્યું છે કે ‘‘બૉર્ડર 2’ બહુ જ પસંદ આવી! દિલને સ્પર્શી ગઈ! સંપૂર્ણ ટીમને અભિનંદન.’ 
હૃતિકની આ પોસ્ટ જોઈને તેના ફૅન્સ પણ ‘બૉર્ડર 2’ જોવા માટે ઉત્સાહિત છે.

border sunny deol varun dhawan sonam bajwa diljit dosanjh nidhi dutta mona singh bollywood buzz bollywood news bollywood gossips bollywood