10 February, 2023 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને ૩૭ શહેરમાં ફરી રિલીઝ કરવામાં આવશે
શાહરુખ ખાનની ‘દિલવાલે દુલ્હનિયાં લે જાએંગે’ને વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ફરી રિલીઝ કરવામાં આવશે. શાહરુખ ખાનની આ ફિલ્મ વિશ્વમાં થિયેટર્સમાં સૌથી વધુ ચાલેલી ફિલ્મ છે. આ ફિલ્મને ઇન્ડિયાનાં લગભગ ૩૭ શહેરમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ શહેરમાં મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, વડોદરા, ગુડગાંવ, ફરીદાબાદ, લખનઉ, નોએડા, દેહરાદૂન, દિલ્હી, ચંડીગઢ, કલકત્તા, ગુવાહાટી, બૅન્ગલોર, હૈદરાબાદ, ઇન્દોર, ચેન્નઇ અને ત્રિવેન્દ્રમની સાથે ટોટલ ૩૭ શહેરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ દસ ફેબ્રુઆરીથી થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે અને એ એક અઠવાડિયા સુધી થિયેટર્સમાં રહેશે. યશરાજ ફિલ્મ્સનાં ૨૫ વર્ષ થયાં હતાં ત્યારે શાહરુખની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને રિલીઝ કરવામાં આવી હતી. આ પ્રોડક્શન હાઉસને ૫૦ વર્ષ થતાં શાહરુખની ‘પઠાન’ રિલીઝ કરવામાં આવી છે. જોકે હવે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને પણ રિલીઝ કરવામાં આવી રહી છે. આથી દર્શકો રાજ અને પઠાન બન્નેને આ વૅલેન્ટાઇન્સ ડે દરમ્યાન જોઈ શકશે.