સિંગર અરિજિત સિંહ હવે ડિરેક્ટર બનવાની તૈયારીમાં

17 July, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરિજિત સિંહ સિંગર તરીકે અત્યંત લોકપ્રિય છે અને હવે તે બૉલીવુડમાં ફિલ્મ-ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

અરિજિત સિંહ

અરિજિત સિંહ સિંગર તરીકે અત્યંત લોકપ્રિય છે અને હવે તે બૉલીવુડમાં ફિલ્મ-ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા માટે તૈયાર છે. મળતી માહિતી પ્રમાણે અરિજિત સિંહ એક અનોખી જંગલ ઍડ્વેન્ચર ફિલ્મનું ડિરેક્શન કરવાનો છે. આ એક પૅન-ઇન્ડિયા ફિલ્મ હશે અને મહાવીર જૈન આ પ્રોજેક્ટના નિર્માતા છે.

આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં એની સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ અરિજિત અને કોયલ સિંહે લખી છે અને સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ ગઈ છે. હવે ફિલ્મના નિર્માતાઓ કાસ્ટિંગના તબક્કામાં છે. આ ફિલ્મ એક મોટા બજેટની જંગલ ઍડ્વેન્ચર ફિલ્મ છે અને અરિજિતે પ્રી-પ્રોડક્શન કામ માટે એક ટીમ સાથે કામ શરૂ કરી દીધું છે. આગામી એક મહિનામાં ફિલ્મનું કાસ્ટિંગ શરૂ થશે અને એમાં ટોચના સ્ટાર્સને સાઇન કરવાનું પ્લાનિંગ છે.’

arijit singh bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news