19 July, 2022 06:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદનાન સામી(ટ્વિટર)
બૉલીવૂડના લોકપ્રિય સિંગર અને કમ્પોઝર અદનાન સામી (Adnan sami)એ મંગળવારે પોતાના ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. અદનાન સામીએ ઈન્સ્ટાગ્રામ (Adnan Sami Instagram)ની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે, આ સાથે જ માત્ર એક પોસ્ટ બાકી રાખી છે, જેમાં `અલવિદા` લખ્યું છે. આવી રીતે અચાનક તમામ પોસ્ટ ડિલીટ કરવા પર અદનાન સામીના ચાહકો પરેશાન છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર વિવિધ અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે.
અદનાન સામીએ એક વીડિયો બાકી રાખી ઈન્સ્ટાગ્રામની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ વીડિયોમાં `અલવિદા` લખેલું છે. સિંગરના ખાલી ઈન્સ્ટાગ્રામને જોઈ ચાહકોમાં પણ પરેશાની ઉભી થઈ છે. અદનાન સામીના આ પગલા બાદ ફેન્સ વિવિધ સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ તેમની છેલ્લી પોસ્ટ પર ફેન્સ તેને સવાલ પણ પૂછી રહ્યાં છે.
કેટલાક યુર્ઝસનું કહેવું છે કે બની શકે કે અદનાન સામીનું કોઈ નવું ગીત આવી રહ્યું હોય અને પબ્લિસિટી માટે આવું કર્યુ હોય. તો અન્ય કેટલાક યુઝર્સ અદનાન સામી ઈન્સ્ટાગ્રામ છોડશે તેવું વિચારીને પરેશાનીમાં બેઠા છે. જોકે, આ છેલ્લી પોસ્ટ બાદ અદનાન સામીએ આ વિશે કોઈ સ્પષ્ટતા આપી નથી.
ઉલ્લેખનીય છે કે અદનાન સામીના ઈન્સ્ટાગ્રામ પર 672K ફોલોઅર્સ છે. સિંગર પોતે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને થોડા દિવસના અંતરે કંઈકને કઈંક પોસ્ટ કરતા રહેતા હોય છે. જ્યારથી અદનાન સામીએ તેનું ટ્રાન્સફોર્મેશન કર્યુ છે ત્યારથી તેમના ચાહકોની સંખ્યા વધી ગઈ છે. લોકો ફિટનેસ માટે તેમને ફોલો કરતાં હોય છે. અદનાન હંમેશા ચાહકો સાથે સોશિયલ મીડિયા સાથે કનેક્ટ રહે છે. તેવામાં અચાનક તેમના આ પગલાંથી ચાહકો પરેશાન છે.