21 July, 2023 05:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શનાયા કપૂર
કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’માં સંજય કપૂરની દીકરી શનાયા કપૂર જોવા મળવાની છે. આ ફિલ્મની ફ્રૅન્ચાઇઝીને વેબ-સિરીઝ બનાવવામાં આવશે અને એને કદાચ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા છે. શનાયા ‘વૃષભા’ દ્વારા ઍક્ટિંગ ક્ષેત્રે એન્ટ્રી કરી રહી છે. અગાઉ એવી ચર્ચા હતી કે તે કરણ જોહરની ‘બેધડક’માં જોવા મળવાની છે. જોકે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’ની વાત કરીએ તો એની સ્ટોરી હજી લખાઈ રહી છે અને એનું શૂટિંગ આ વર્ષે શરૂ કરવામાં આવશે. આ શોમાં શનાયાની સાથે અન્ય નવા ચહેરાઓ પણ જોવા મળવાના છે. એક મહિનાની અંદર ડિરેક્ટર પણ નક્કી કરવામાં આવશે. છેલ્લાં બે વર્ષથી શનાયાના ડેબ્યુ વિશે ચર્ચા ચાલી રહી છે. કરણ જોહર નવા કલાકારોને બૉલીવુડમાં લૉન્ચ કરવા માટે જાણીતો છે. તેણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લૉન્ચ કર્યાં હતાં. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી તેણે બૉલીવુડમાં અનન્યા પાન્ડે અને તારા સુતારિયાને લૉન્ચ કર્યાં હતાં.