15 July, 2023 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિદ્ધિ ડોગરા
શાહરુખ ખાને ‘જવાન’ની તેની કો-સ્ટાર રિદ્ધિ ડોગરાની ભારોભાર પ્રશંસા કરી છે. આ ફિલ્મ આ વર્ષે ૭ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનો પ્રીવ્યુ હાલમાં જ સોશ્યલ મીડિયામાં રિલીઝ કરવામાં આવ્યો હતો. એ દરમ્યાન રિદ્ધિએ ફૅન્સના વિવિધ સવાલોના જવાબ પણ આપ્યા હતા. એથી ટ્વિટર પર શાહરુખે ટ્વીટ કર્યું કે ‘ફિલ્મના હેક્ટિક શૂટિંગ દરમ્યાન પણ તું અડગ રહી એ બદલ તારો આભાર. બ્લેસ યુ.’ શાહરુખના આ ટ્વીટથી તે ખૂબ ખુશ થઈ ઊઠી હતી. સામે રિપ્લાય કરતાં રિદ્ધિએ ટ્વીટ કર્યું કે ‘થૅન્ક યુ સો મચ. હંમેશાંની જેમ મારી પાસે શબ્દો નથી. તમે બેસ્ટ છો.’