સાઉદીમાં શૂટિંગ કરશે શાહરુખ

18 October, 2022 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ‘પઠાન’ દ્વારા કમબૅક કરી રહ્યો છે

શાહરુખ ખાન

શાહરુખ ખાન હવે રાજકુમાર હીરાણીની ‘ડન્કી’નું શૂટિંગ સાઉદી અરેબિયામાં કરવાનો છે. તે નવેમ્બરમાં ત્યાં શૂટિંગ કરવાનો છે. શાહરુખ ‘પઠાન’ દ્વારા કમબૅક કરી રહ્યો છે. આ સાથે જ તેની ‘જવાન’ અને ‘ડન્કી’ પણ પાઇપલાઇનમાં છે. ગયા અઠવાડિયે જ ચેન્નઈમાં શૂટિંગ કરીને શાહરુખ મુંબઈ આવ્યો હતો. ત્યાંથી આવીને તે હવે ‘ડન્કી’નું શૂટિંગ મુંબઈમાં રાતે કરી રહ્યો છે. આ શૂટિંગ વહેલી સવાર સુધી ચાલે છે. તે હવે મુંબઈ બાદ નવેમ્બરમાં સાઉદી અરેબિયા જવાનો છે. તે હાલમાં વાઇમાં શૂટિંગ કરી રહ્યો છે. ત્યાર બાદ તે ભાઈંદરમાં એક-બે દિવસ માટે શૂટિંગ કરશે. દિવાળી પહેલાં રાજકુમાર હીરાણી મુંબઈ શેડ્યુલ પૂરું કરવા માગે છે. ત્યાર બાદ દસથી બાર દિવસ માટે તેઓ સાઉદી અરેબિયામાં શૂટિંગ કરશે. પહેલાં આ ફિલ્મનું શૂટિંગ દુબઈમાં થવાનું હતું, પરંતુ હવે એને સાઉદી અરેબિયામાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મને ૨૦૨૩ની ૨૨ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ પણ છે.

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan rajkumar hirani saudi arabia upcoming movie