પિતા બિમાર હતા ત્યારે સૌપ્રથમ સંજુ ભાઈએ મદદ કરી: ઈરફાનનો પુત્ર બાબીલ

20 August, 2020 08:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પિતા બિમાર હતા ત્યારે સૌપ્રથમ સંજુ ભાઈએ મદદ કરી: ઈરફાનનો પુત્ર બાબીલ

બાબીલ ખાન (ડાબે), સંજય દત્ત અને ઈરફાન ખાન

મીડિયા અને ફેન્સને બિમાર એક્ટર સંજય દત્ત (Sanjay Dutt)ને થોડીક સ્પેસ આપવાની વિનંતી કરતા સ્વર્ગસ્થ અભિનેતા ઈરફાન ખાન ( Irrfan Khan)ના પુત્ર બાબીલે ઈન્સ્ટાગ્રામમાં એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી છે.

આ પોસ્ટમાં બાબીલે ઈરફાન અને સંજય દત્તના ફોટોઝ શૅર કર્યા છે. તેમ જ તેણે કહ્યું કે, જ્યારે પપ્તા કેન્સરથી બિમારીથી પિડાઈ રહ્યા હતા ત્યારે સૌપ્રથમ મદદની રજૂઆત કરનાર સંજય દત્ત હતા.

સંજુ બાબાને લંગ કેન્સર થયુ છે. દત્ત કુટુંબ આ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યુ છે એવામાં બાબીલે ઈન્સ્ટામાં લખ્યું કે, હું પત્રકારો અને ફેન્સને અટકળો અને વિગતો આપવાનું પ્રમાણ ઓછુ કરવાની વિનંતી કરું છું. હું જાણું છું કે આ તમારુ કામ છે પરંતુ આપણી આત્મામાં એક માણસાઈ વસેલી છે, તે હિસાબે કહુ છું કે સંજુ ભાઈ અને તેમના કુટુંબને હમણા સ્પેસની જરૂર છે.

બાબીલે ઉમેર્યું કે, એક સિક્રેટ એ પણ છે કે જ્યારે મારા પિતા બિમાર હતા અને તેમનું નિધન થયુ, તે સંપૂર્ણ સમયગાળામાં સંજુ ભાઈ પહેલા વ્યક્તિ હતા જેમણે મદદ માટે હાથ લંબાવ્યો હતો. હું તમારી પાસે ભીષ માગુ છુ કે તેમને મીડિયાની એંક્ઝાઈટી વિના બિમારી સામે લડવા દો. તે ટાઈગર છે, એક ફાઈટર છે, તમારો ભૂતકાળ એ તમારી ઓળખ નથી પરંતુ ભૂતકાળ તમને વિકસિત કરે છે. મને ખબર છે કે સંજુ બાબા આ પરિસ્થિતિમાંથી પણ બહાર આવશે.

દરમિયાન સંજય દત્તની પત્ની માન્યતા દત્તે બાબાના હૅલ્થની અપટેડ આપતા કહ્યું કે, સંજુ તેની પ્રાથમિક સારવાર મુંબઈમાં કરશે. કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખ્યા બાદ અમે ટ્રાવેલના પ્લાન બનાવીશું. હાલમાં સંજુ કોકીલાબેન હોસ્પિટલના શ્રેષ્ઠ ડોક્ટરો પાસે સારવાર લઈ રહ્યા છે. હું દરેકને હાથ જોડીને વિનંતી કરું છું કે બિમારી ઉપર અટકળો ફેલાવવાનું બંધ કરો. ડોક્ટરોને તેમનું કામ કરવા દો. સંજુ ફક્ત મારા પતિ જ નહીં પરંતુ બે બાળકોના પિતા પણ છે. ભગવાનની કૃપા અને તમારી બધાની પ્રાર્થનાથી અમે આ પરિસ્થિતિમાંથી પણ બહાર આવીશું.

entertainment news bollywood bollywood news sanjay dutt irrfan khan