31 December, 2021 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
‘દબંગ 4’ માટે હવે તૈયાર થઈ જાઓ, કેમ કે સલમાન ખાન ફરી એક વખત તેના દંબગ અવતારમાં જોવા મળવાનો છે. જી હા, આ ફિલ્મની સ્ક્રિપ્ટ તિગ્માંશુ ધુલિયા લખી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં એક શોમાં સલમાન અને અરબાઝ ખાને ‘દબંગ 4’ બનાવવાની ખાતરી આપી હતી. આ ફેમસ ફ્રૅન્ચાઇઝીમાં સલમાને ચુલબુલ પાન્ડે બનીને લોકોને ખૂબ મનોરંજન આપ્યું છે. હવે જાણવા મળ્યું છે કે તિગ્માંશુ ધુલિયા આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર એક વર્ષથી કામ કરી રહ્યો છે. આવતા વર્ષ સુધીમાં સ્ક્રિપ્ટ પૂરી થાય એવી શક્યતા છે અને સલમાન પાસે પૂરો ડ્રાફ્ટ લઈને તે પહોંચી જશે. જોકે એનો બેઝિક આઇડિયા સલમાનને પસંદ પડ્યો છે. તિગ્માંશુ ધુલિયા ‘પાન સિંહ તોમર’ અને ‘સાહિબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ માટે જાણીતો છે. સલમાન અને અરબાઝને પણ લાગે છે કે ‘દબંગ 4’ માટે તિગ્માંશુ જ યોગ્ય પસંદગી છે.
૦૦૦