‘પ્રેમ કી શાદી’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરશે સલમાન?

09 July, 2023 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા મહિનાથી તે ફિલ્મનું શૂટિંગ કરશે એવી શક્યતા છે

સૂરજ બડજાત્યા અને સલમાન ખાન

સૂરજ બડજાત્યાની ‘પ્રેમ કી શાદી’માં સલમાન ખાનની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળ્યું છે અને આવતા મહિનાથી તે ફિલ્મનું શૂટિંગ કરશે એવી શક્યતા છે. સલમાનને આની સ્ટોરી ૨૦૨૦માં સંભળાવવામાં આવી હતી અને તેને એનો કન્સેપ્ટ ગમ્યો પણ હતો. છેલ્લા થોડા મહિનાથી તેઓ આ ફિલ્મ વિશે વધુ ચર્ચા કરી રહ્યા છે. હાલમાં રોમૅન્ટિક ડ્રામા, ફૅમિલીવાળી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સફળ થાય છે એથી સલમાનને પણ આવી સ્ટોરીમાં રસ જાગ્યો છે. ‘પ્રેમ કી શાદી’નો સ્ક્રીનપ્લે લખવામાં સમય લાગશે. ફિલ્મની ટીમે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરી દીધું છે. મુંબઈમાં ફિલ્મનું પહેલું શેડ્યુલ શૂટ કરવામાં આવશે. આવતા વર્ષે દિવાળીમાં ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન સામે હિરોઇન માટેની શોધખોળ ચાલી રહી છે. 

Salman Khan sooraj barjatya upcoming movie entertainment news bollywood bollywood news