05 October, 2024 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાએ ગઈ કાલે સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ની સીક્વલની જાહેરાત કરી હતી. સલમાન અત્યારે ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ કરી રહ્યો છે. સાજિદે ‘સિકંદર’ના સેટ પર જ કરેલા ફોટોશૂટની ઝલક દેખાડીને ‘કિક 2’ની જાહેરાત કરી હતી. સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન-હાઉસના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર સલમાનનો પીઠ દેખાડતો, સ્લીવલેસ ટી-શર્ટવાળો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કરીને આ સીક્વલની અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી.
૨૦૧૪માં આવેલી ‘કિક’થી સાજિદ નડિયાદવાલાએ ડિરેક્શનમાં ઝંપલાવ્યું હતું. આ ઍક્શન કૉમેડી ફિલ્મમાં સલમાન સાથે જૅકલિન ફર્નાન્ડિસ, રણદીપ હૂડા અને નવાઝુદ્દીન સિદ્દિકી મુખ્ય ભૂમિકાઓમાં હતા. ‘કિક’ હકીકતમાં એ જ નામની ૨૦૦૯માં આવેલી તેલુગુ ફિલ્મની રીમેક હતી. સલમાન અત્યારે ‘સિકંદર’માં કામ કરી રહ્યો છે એ ‘ગજિની’વાળા એ.મુરુગાદોસની ફિલ્મ છે. એમાં રશ્મિકા મંદાના અને કાજલ અગરવાલ છે.