હૉસ્પિટલ બહાર પાપારાઝી પર ભડક્યો સલમાન ખાન, કહ્યું ‘પાગલ થઈ ગયા..?’

20 May, 2026 09:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salman Khan Angry at Paparazzi: અભિનેતા સલમાન ખાન ભારે ગુસ્સે ભરાયો હતો. પાપારાઝી પર બૂમો પાડતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાદમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર ચાર પોસ્ટ શેર કરી અને મીડિયા અને ફોટોગ્રાફરોને કડક ચેતવણી પણ આપી.

વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મુંબઈમાં મંગળવારે રાત્રે અભિનેતા સલમાન ખાન ભારે ગુસ્સે ભરાયો હતો. પાપારાઝી પર બૂમો પાડતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાદમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર ચાર પોસ્ટ શેર કરી અને મીડિયા અને ફોટોગ્રાફરોને કડક ચેતવણી પણ આપી. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આ રીતે હોબાળો થતા સલમાન ગુસ્સે થઈ ગયો. વાયરલ વીડિયોમાં તેઓ ઇશારામાં પૂછતા જોવા મળે છે કે, “પાગલ થઈ ગયા છો શું? જો તમારું કોઈ હોસ્પિટલમાં દાખલ હોય તો પણ આવું જ કરશો?” સલમાનના ગુસ્સા બાદ પાપારાઝીએ તેમની માફી પણ માગી હતી.

માહિતી મુજબ, 19 મેની રાત્રે સલમાન ખાન મુંબઈના હિંદુજા હોસ્પિટલ પહોંચ્યો હતો. તેની ગાડીનો પીછો કરતા પાપારાઝી પણ હોસ્પિટલ સુધી પહોંચી ગયા. હોસ્પિટલ બહાર સલમાન ગાડીમાંથી બહાર નીકળતા જ ફોટોગ્રાફર્સ જોરજોરથી “ભાઈ... ભાઈ...” કહી તેમનું ધ્યાન ખેંચવા લાગ્યા.

હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આ રીતે હોબાળો થતા સલમાન ગુસ્સે થઈ ગયો. વાયરલ વીડિયોમાં તેઓ ઇશારામાં પૂછતા જોવા મળે છે કે, “પાગલ થઈ ગયા છો શું? જો તમારું કોઈ હોસ્પિટલમાં દાખલ હોય તો પણ આવું જ કરશો?”

સલમાનના ગુસ્સા બાદ પાપારાઝીએ તેમની માફી પણ માગી હતી.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી ચેતવણી

હોસ્પિટલની ઘટનાના થોડા સમય બાદ સલમાન ખાને પોતાની ચાર તસવીરો શેર કરી અને કડક શબ્દોમાં પાપારાઝીને સંદેશ આપ્યો.

એક પોસ્ટમાં તેણે લખ્યું કે,
“જો હું કોઈ પ્રેસવાળાને હોસ્પિટલ બહાર ઉભા રહી મારા દુઃખનો આનંદ લેતા જોઈશ... એ જ પ્રેસ માટે હું હંમેશા ઉભો રહ્યો છું.”

બીજી પોસ્ટમાં તેમણે લખ્યું,
“જો મારા દુઃખમાંથી પૈસા કમાવવા છે તો શાંતિ રાખો, મજા ન લો. ભાઈ ભાઈ ભાઈ માતૃભૂમિ... `પીકચરકી મા કી આંખ...` તસવીર વધુ જરૂરી છે કે જીવન?”

ત્રીજી પોસ્ટમાં સલમાને ચેતવણીભર્યા અંદાજમાં લખ્યું,
“આવી સ્થિતિમાં હું 100 લોકોને સળગાવી દઈશ. બસ એકવાર મારી સાથે ટ્રાય કરી જો. શું તમારામાંથી કોઈ હોસ્પિટલમાં હશે ત્યારે હું આવી જ પ્રતિક્રિયા આપીશ?"”

ચોથી પોસ્ટમાં તેમણે લખ્યું,
હું સાઠ વર્ષનો છું, પણ હું લડવાનું ભૂલ્યો નથી. આ યાદ રાખો, મને જેલમાં નાખશો, હાહા.

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મો

સલમાન ખાન ટૂંક સમયમાં અનેક મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.

  • તે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વામશી પૈદિપલ્લી અને નિર્માતા દિલ રાજુ સાથે એક મોટા બજેટની એક્શન-ડ્રામા ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં નયનતારા અને રાજપાલ યાદવ પણ જોવા મળશે.
  • વર્ષ 2027 માં, સલમાન અને શાહરૂખ ખાન ફિલ્મ `ટાઇગર વર્સિસ પઠાન` માં સામસામે જોવા મળશે.
  • દેશભક્તિ ફિલ્મ માતૃભૂમિમાં સલમાન એક બહાદુર સૈનિકની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મ ગલવાન ખીણની ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે.
  • ઉપરાંત, સલમાન ખાન સની દેઓલની ફિલ્મ ગબરુમાં એક ખાસ કેમિયો કરતો જોવા મળશે.

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને સલમાનની પોસ્ટ અને તેના ગુસ્સા પર પ્રતિક્રિયા આપતા લખ્યું, "યાર સલ્લુ." તેની પ્રતિક્રિયાની હવે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. અહેવાલો દર્શાવે છે કે માહિરાએ હોસ્પિટલની બહાર સલમાનનો પાપારાઝી પર પ્રહાર કરતો એક વીડિયો પણ શેર કર્યો છે.

salman khan controversies Salman Khan social media viral videos hinduja hospital bollywood buzz bollywood news bollywood entertainment news mahira khan