21 August, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
સલમાન ખાન અને ભાગ્યશ્રીની જોડીને ચમકાવતી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ ૧૯૮૯માં રિલીઝ થઈ હતી. હવે ૩૫ વર્ષ બાદ ફરીથી આ ફિલ્મ ૨૩ ઑગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. સૂરજ બડજાત્યાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં આલોકનાથ, રીમા લાગુ, મોહનીશ બહલ અને લક્ષ્મીકાંત બેર્ડે જોવા મળ્યાં હતાં. ફિલ્મની સ્ટોરી ફ્રેન્ડશિપથી શરૂ થઈને પ્રેમમાં પરિણમે છે. એ દરમ્યાન સલમાન અને ભાગ્યશ્રીની લાઇફમાં અનેક પડકાર આવે છે. સૂરજ બડજાત્યાના પ્રોડક્શન-હાઉસ રાજશ્રી ફિલ્મ્સે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, ‘પ્યારભરી દોસ્તીને ફરીથી માણવાનો સમય આવી ગયો છે, કેમ કે ‘મૈંને પ્યાર કિયા’ ૨૩ ઑગસ્ટે ફરી પાછી થિયેટરમાં રિલીઝ થવાની છે.’