10 March, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનની હિરોઇન બનશે સમન્થા રુથ પ્રભુ?
સલમાન ખાન હવે ફિલ્મમેકર રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકેની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો હોવાના રિપોર્ટ છે. આ ફિલ્મને એક સુપરહીરો પ્રોજેક્ટ તરીકે બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે એમાં સમન્થા રુથ પ્રભુ લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે જ્યારે નયનતારા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જો આ વાત સાચી પડશે તો ૬૦ વર્ષનો સલમાન ૩૮ વર્ષની સમન્થાના હીરો તરીકે જોવા મળશે. આ ફિલ્મ એક પૅન-ઇન્ડિયા ઍક્શન એન્ટરટેઇનર હશે અને એનું કામ એપ્રિલથી શરૂ થઈ શકે છે. જોકે આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.